Site icon Revoi.in

અમદાવાદઃ હવે નવી કાર ખરીદતા પહેલા પાર્કિંગની વ્યવસ્થા જરૂરી રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં વાહનોની સંખ્યા વધતાની સાથે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઉભી થઈ છે. જેને દૂર કરવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં પાર્કિગ અને ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે નવી પાર્કિંગ પોલીસે તૈયાર કરાઈ છે.

આ નવી પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એજન્ડા રજુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની દરખાસ્તમાં સ્પષ્ટતા છે કે, નવી કાર ખરીદવા માટે ખરીદદારે તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જે ફરજીયાત બનાવવાનો પણ દરખાસ્તમાં ઉલ્લેખ છે. આ તમામ અભિપ્રાયો બાદ મ્યુનિસિપલ વિભાગ દ્વારા આ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે 2017માં જાહેર કરેલી નીતિને અપનાવવા માટે નવી પાર્કિંગ પોલિસી બનાવવાની ભલામણ કરાઇ હતી. જે પોલિસીના અમલ માટે ટીડીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા ચોક્કસ નીતિ બનાવવી રાજ્ય સરકારે તેને આધારે ગેઝેટ બહાર પાડી લોકોના અભિપ્રાયો મગાવ્યા હતા.

આ ઉપરાંત ઓન રોડ પાર્કિંગ બાબતે પણ વિચારણા કરવામાં આવી હતી. જેમાં રાત્રી દરમિયાન જાહેર રસ્તા પર જો પાર્કિંગ થાય તો તે માટે મ્યુનિસિપલ ભાડુ વસુલી શકે તેવી પણ વ્યવસ્થા વિચારણા હેઠળ લાવવાનું ગેઝેટમાં દર્શાવ્યું હતું. શહેરના મોટાભાગના જૂના બિલ્ડિંગમાં હાલ પાર્કિંગના પ્રશ્નો છે. ત્યાં પાર્કિંગના પ્રશ્નો કઇ રીતે ઉકેલી શકાય તે માટે પણ અભિપ્રાયો મગાવવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 1961માં 43000 વાહનો હતાં ત્યાં 2018-19માં પ્રતિવર્ષ 2.5 લાખ વાહનો વધી રહ્યા છે. જ્યારે હવે તે 35 લાખ જેટલા વાહનોના 6 ટકા લેખે પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો છે. તેમાં કાર કારની સંખ્યામાં પણ 9 ટકાના દરે વધારો નોંધાઇ રહ્યો છે.