Site icon Revoi.in

અમદાવાદઃ કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસની ફ્લેગમાર્ચ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ હજુ પણ અનેક લોકો સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન અમદાવાદમાં પોલીસે લોકો માસ્ક પહેરે અને સામાજીક અંતર જાળવી રાખે તે માટે ફ્લેગમાર્ચ કરી હતી. તેમજ શહેરીજનોને માસ્ક પહેરવા અને સમાજીક અંતર જાળવવા સહિતના કોવિડના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના કોર્ટ વિસ્તારમાં પોલીસ દ્વારા ફેલગમાર્ચ કરાઈ હતી. શહેરના વસંત ચોક થઈ સીદી સઇદની જાળી થઈ રિલીફ રોડ ઉપર ફ્લેગમાર્ચમાં કારંજ પોલીસ સ્ટેશનના ACP, PI, PSI જોડાયા હતા. SRPના 100 જવાનો અને પોલીસ સ્ટેશનના 50 જવાનો માર્ચમાં જોડાયા. પોલીસ જવાનો દ્વારા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે લોકોને સમજ અપાઇ હતી. શહેરના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી. ત્રણ દરવાજા થી પાનકોરનાકા થઇ ઢાલગરવાડમાં ફ્લેગમાર્ચ કરાઈ.