અમદાવાદઃ દ્રીચક્રી વાહનચાલકોને સેફટીગાર્ડ લગાવી આપી પોલીસે આપ્યો સેફ ઉત્તરાયણનો મેસેજ
અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉતરાયણની આવતીકાલે રવિવારે ઉજવણી કરવામાં આવશે. ઉત્તરરાયણમાં પતંગની દોરીથી ઈજા ના થાય તે માટે સરકાર અને તંત્ર દ્વારા પતંગ પ્રેમીઓ અને વાહનચાલકોને સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન મણિનગર પોલીસ ઈન્સપેકટર ડી.પી ઉનડકટ અને પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશન પાસે વાહનચાલકોને ઉભા રાખી ને તેમને સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા.
મણિનગર પોલિસ સ્ટેશનની આ પહેલ ને લઈને વાહનચાલકોએ પોતાના ટુવ્હીલર પર આ સેફટી ગાર્ડ લગાવી ને પતંગ ના ઘાતક દોરા થી ઉતરાયણ ના પવઁ દરમ્યાન સંભવિત અકસ્માત થી સાવચેત રહેવાની શીખ પણ મેળવી હતી.
મણિનગર પોલિસ ના જવાનો ટાફિઁક વ્યવસ્થા ની જાળવણી સાથે સેફટી ગાડઁ વગર પસાર થતા અસંખ્ય વાહનચાલકો ઓને રસ્તા ઓ પર રોકી તેમને સમજાવી પોતાના પરિવાર અને તેઓ વાહન ચલાવતા સમયે પતંગ ના ઘાતક દોરા થી બચી શકે તે માટે આ સેફટી ગાડઁ જરુરી હોવાનું સમજાવ્યું હતું.