Site icon Revoi.in

અમદાવાદ પોલીસ એકશન મોડમાં : માસ્ક અને કર્ફ્યુનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગની સાથે પોલીસ વિભાગ પણ સાબદુ બન્યું છે. તેમજ કોરોનાની ગાઈડલાઈન અને કર્ફ્યુનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન પોલીસે માસ્ક વિના અને કર્ફ્યુનો ભંગ કરનારાઓને ઝડપી લઈને એક જ દિવસમાં રૂ. 16 લાખનો દંડ વસુલ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં રાતના 9થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે કર્ફ્યુનો ભંગ કરનારાઓને ઝડપી લેવા માટે શહેર વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત માસ્ક વિના ફરતા લોકોને ઝડપી લેવા માટે પણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસે એક જ દિવસમાં આશરે 800થી વધારે લોકો પાસેથી રૂ.8.35 લાખનો દંડ વસુલ્યો છે. જ્યારે 61 વાહન ડિટેઈન કરીને વાહન માલિક પાસેથી રૂ.8.83 લાખ દંડ વસૂલ્યો છે. આમ એક જ દિવસમાં પોલીસે રૂ.17.18 લાખનો દંડ વસુલ્યો હતો. આ ઉપરાંત પોલીસે કર્ફ્યુ ભંગ બદલ 141 લોકો સામે ગુના નોંધીને તપાસ આરંભી છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં કર્ફ્યૂ અને જાહેરનામા ભંગના 45,283 ગુના નોંધીને 54,497 લોકોની અટક કરવામાં આવી છે.

શહેરમાં માસ્ક વિના ફરતા લોકોને ઝડપી લેવા માટે મનપા તંત્ર દ્વારા પણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ​​​​​​શહેરમાં ખાણીપીણી બજાર પણ બંધ કરાવવામાં આવ્યા હતા. તેમજ શનિવાર અને રવિવારના રોજ તમામ મોલ અને થિયેટર બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યો હતો.