અમદાવાદઃ આસીસી વર્લ્ડકપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઈનલમાં ભારત રમશે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી સેમિફાઈનલમાંથી વિજેતા થનારી ટીમ ભારત સાથે ટક્કરાશે. આ ફાઈનલ મેચને લઈને અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ ટિકીટ લેવા માટે સ્ટેડિયમ ઉમડી રહ્યાં છે. દરમિયાન આ ફાઈનલને નીહાળવા માટે પીએમ નરેન્દ્ર મોદી આવે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી રવિવારે આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ રમાશે. ફાઈલનમાં ભારતે પ્રવેશ મેળવી લીધો છે. બીજી ટીમ કંઈ હશે તે ગણતરીના કલાકોમાં જ ખ્યાલ આવી જશે. ફાઈનલ મેચને લઈને બીસીસીઆઈ અને જીસીએ દ્વારા અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ફાઈનલમાં એક લાખથી વધારે ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહેવાની શકયતાને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. જેસીપી નીરજ બડગુજરે સ્ટેડિયમની મુલાકાત લઇને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમ પહોંચતા મોટી સંખ્યામાં લોકો ઓફલાઇન ટિકિટ લેવા માટે પહોંચ્યા હતા. ટીમ ઇન્ડિયાના ક્રિકેટ ફેન્સ ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યમાંથી પણ આવ્યા હતા. હાલ સુરક્ષા બંદોબસ્તને ધ્યાનમાં લઇને સ્ટેડિયમમાં કોઇને પ્રવેશ આપવામાં આવતો નથી.
ફાઈનલને લઈને ભારતીય ટીમ મુંબઈથી અમદાવાર આવવા રવાના થઈ છે અને ગણતરીના કલાકોમાં જ અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વર્લ્ડકપ ફાઇનલ મેચ જોવા માટે આવી શકે છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇને અત્યારથી જ વ્યવસ્થા તંત્ર કામે લાગ્યું છે. પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફાઇનલ મેચ જોવા માટે આવી શકે છે.