Site icon Revoi.in

અમદાવાદઃ અધિકારીઓની જવાબદારીના અભાવે સાબરમતી નદીમાં પ્રદુષણનું સ્તર વધ્યુ, કોર્ટેની ટકોર

Social Share

 

અમદાવાદઃ ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં પ્રદુષણના મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટે મનપા અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે જ નદી પ્રદુષિત થઈ હોવાની આકરી ટકોર કરી હતી.

શહેરના મધ્યમમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણને લઈને હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઝાટકણી કાઢી હતી. તેમજ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં પ્રયોગશાળાઓના કામકાજ માટે જવાબદાર અધિકારીઓને આકરી કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી. તેમજ સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીને રોકવામાં નિષ્ફળ ગયા હોવાની આકરી ટકોર કરી હતી. અધિકારીઓમાં જવાબદારીનો અભાવ હોવાથી નદીમાં પ્રદુષણનું સ્તર વધ્યું હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું.  હાઈકોર્ટમાં ટ્રીટમેન્ટ નહીં કરાયેલા ગટર અને ઔદ્યોગિક ગંદકીના કારણે નદીમાં પ્રદુષણ ફેલાયું હોવા મુદ્દે અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે એક સંયુક્ત ટાસ્ક ફોર્સનું પણ ગઠન કર્યું છે, જેનાથી પોતાનો રિપોર્ટ STP અને વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનું પણ ગઠન કર્યું છે, જેને પોતાનો રિપોર્ટ STP અને ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટની નિષ્ફળતાઓ પર પ્રકાશ નાખ્યો છે.