Site icon Revoi.in

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલના રુટના ફેઝ-1ને લીલીઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. એટલું જ નહીં તેમણે મેટ્રો રેલમાં પ્રવાસ કરીને કર્મચારીઓ સાથે વાત-ચીત કરી હતી.

ગુજરાતના પ્રવાસના આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ગાંધીનગરમાં વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. તેમજ ગાંધીનગરથી ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતા. કાલુપુર રેલવે સ્ટેશનના મેટ્રો સ્ટેશનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે મેટ્રો રેલના ફેઝ-1ને લીલીઝંડી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલુપુરથી દૂર્દર્શન કેન્દ્ર સુધી મેટ્રો રેલની મુસાફરી માણી હતી. આ દરમિયાન તેમણે કર્મચારીઓ અને વોલેન્ટીયર સાથે ચર્ચા કરી હતી. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાને ભારત ટ્રેન અને મેટ્રો રૂટની મુસાફરી કરીને દૂરદર્શન કેન્દ્રના મેટ્રો સ્ટેશન પહોચ્યા ત્યાથી તેઓ એઈસી ગ્રાઉન્ડની જનસભામાં પહોંચ્યા હતા.

21 કિલોમીટરનો થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કોરિડોરમાં છે જેમાં 17 સ્ટેશન છે. મેટ્રોના આ કોરિડોરમાં 6.6 કિલોમીટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન છે જેમાં 4 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે. અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12 હજાર કરોડથી વધુ થયો છે.