Site icon Revoi.in

અમદાવાદઃ જેલમાં બંધ કેદીઓ હવે અંદર બેઠા-બેઠા કોર્ટની કાર્યવાહી નીહાળી શકશે

Social Share

અમદાવાદઃગુજરાત હાઈકોર્ટે પ્રથમવાર તમામ કોર્ટ રૂમનું જીંવત પ્રસારણ શરૂ કરીને એક અનોખીપહેલ કરી છે. જેથી હવે વિવિધ ગુનામાં જેલની સજા ભોગવતા કેદીઓ પણ હવે અંદરબેઠા-બેઠા કોર્ટની કાર્યવાહી જોઈ શકશે. એટલું જ નહીં કોઈ પણ કેદી જેલમાંથી જ પેરોલ, જામીન અને ફરલો માટેની અરજી કરી શકશે. આ માટે જેલના કાનૂનીસહાયતા કેન્દ્રની મદદ લેવામાં આવશે.

હાઇકોર્ટેરાજ્યના ગૃહવિભાગને વિનંતી કરી છે કે, ગુજરાત હાઇકોર્ટેના કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવે છેઅને જ્યારે પણ જેલના કોઈ કેદીના કેસની કાર્યવાહી હાઇકોર્ટેમાં ચાલવાની હોય ત્યારેતે કેસના જીવંત પ્રસારણને જે-તે કેદીને બતાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવે. આસેવાના પરિણામે દરેક કેદીને પોતાના કેસમાં શું કાર્યવાહી થઈ તે જાણવાનો વિશેષ લાભમળી શકશે. હવે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગ્ર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે,  આ પહેલથીલોકોમાં ન્યાયપાલિકા અંગેનો વિશ્વાસ વધશે. અને હાઇકોર્ટેમાં પારદર્શિતા જળવાઈરહેશે. હાઇકોર્ટેમાં તમામ કોર્ટ રૂમનું જીવત પ્રસારણ યુટ્યુબ પર થઈ રહ્યું છે.ત્યારબાદ ચીક જસ્ટિસ વિક્રમનાથે હવે વ્યવસ્થા સરળ બનાવવા માટે E-સેવા શરૂ કરીછે. જેમાં તમામ પક્ષકરો, વકીલો અને પાર્ટી ઇન પર્સન એ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડકરવાના રહે છે. તેમજ મુદત અનેઓર્ડરની કોપી તમામ વિગતો ઓનલાઈન હાઇકોર્ટેની વેબસાઇટ પર જ મળી રહે છે.

ગુજરાતની વિવિધ જેલમાંબંધ કેદીઓ માટે માટે હાઈકોર્ટે વધુ નવી પહેલ કરી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એવીવ્યવસ્થા કરી છે કે, હવે કોઈ પણ કેદી જેલમાંથી જ પેરોલ, જામીન અને ફરલોમાટેની અરજી કરી શકશે. રાજ્યના સમગ્ર જિલ્લાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટની આ સેવામાટે એક ઇમેલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબરની નોંધ કરવાની રહેશે. જે ઇમેલ એડ્રેસનીમદદથી જે-તે જેલમાં રહેતા કેદીઓના કેસોને Email My Case Status સેવામાં જેલ દ્વારા ઉમેરવામાં આવશે.