Site icon Revoi.in

અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેન હવે સુરત રેલવે સ્ટેશન ઉપર ઉભી રહેશે

Social Share

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે મોટાભાગની ટ્રેનો સુરત ઉપર ઉભી રહે છે. દરમિયાન અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાની ઘણા સમયથી પ્રવાસીઓ માંગણી કરી રહ્યાં હતા. દરમિયાન દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો  છે. તા. 17મી જુલાઈથી અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ ટ્રેન સુરત સ્ટેશન ઉપર 1.22 કલાકે પહોંચશે અને 1.25 કલાકે રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે. આવી જ રીતે 18મી જુલાઈથી પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેન 3.07 કલાકે સુરત સ્ટેશન ઉપર પહોંચશે અને 3.10 કલાકે રેલવે સ્ટેશનથી રવાના થશે.