Site icon Revoi.in

અમદાવાદઃ મોબાઈલ ફોનના IMEI નંબર બદલવાના રેકેટનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો

Social Share

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં ગુનેગારો પણ હાઈટેક થયાં છે, જેના પરિણામે સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ શહેરમાંથી સાઈબર ક્રાઈમની ટીમે મોબાઈલ ફોનનો આઈએઈઆઈ નંબર બદલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક શખ્સને ઝડપી લીધો હતો. સમગ્ર રેકેટ સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંક્યાં હતા. દેશ વિરોધીતત્વો આવા ફોનનો ઉપયોગ મોટા ગુનાને અંજામ આપી શકે છે. સાઈબર ક્રાઈમની ટીમે આરોપીની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે. મોટાભાગના ગુનાઓમાં મોબાઈલનો આઈએઈઆઈ નંબર  ભેદ ઉકેલવા મદદરૂપ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નહેરુનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અબ્દુલ ખાલીક નામનો યુવાન પૈસા લઈને મોબાઈલ ફોનનો આઈએઈઆઈ નંબર બદલી આપતો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસે છકટુ ગોઠવીને એક વ્યક્તિને દુકાન મોકલ્યો હતો. જ્યાં દુકાનદાર અબ્દુલ ખાલીકે આઈએઈઆઈ નંબર બદલવા માટે રૂ. 1400ની માંગણી કરી હતી. તેમજ બે દિવસ પછી ફોન લઈ જવા સૂચન કર્યું હતું. જેથી પોલીસે દુકાન ઉપર તપાક કરીને આરોપીને ઝડપી લીધો હતો. તેમજ કોમ્પ્યુટર સહિતની સામગ્રી જપ્ત કરી હતી. આરોપી યુએમટી સોફ્ટવેરની મદદથી ફોનનો આઈએમઈઆઈ નંબર બદલતો હોવાનું સામે આવ્યું છે.

સાઈબરક્રાઈમના એસીપી જે.એમ.યાદવે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવશે. આરોપીએ આવા કેટલા ફોનના આઈએમઈઆઈ નંબર બદલ્યાં છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.