Site icon Revoi.in

અમદાવાદમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ વરસાદના ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

Social Share

અમદાવાદઃ શહેરમાં મંગળવારે સવારથી વાદળછાંયુ વાતાવરણ અને ઉકળાટ હતો. બપોર બાદ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થયું હતું. જેમાં શહેરના પૂર્વ  અને પશ્વિમ વિસ્તારમાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના વસ્ત્રાલ , ઓઢવ , CTM,રબારી કોલોની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે શહેરમાં મેઘરાજાનું આગમન થતા ભારે બફારા થી શહેરીજનોને રાહત મળી હતી. હજુ પણ આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે, રાત્રે વરસાદ તૂટી પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  દરિયા કિનારાના જિલ્લામાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જેમાં રાજ્યના અત્યાર સુધી 50 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.  આજે મંગળવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં 65 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં ત્રણ ઈંચ,અમે નર્મદાના ડેડિયાપાડામાં બે ચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં બે દિવસથી પડેલા વરસાદને લીધે  ડેમો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તેમજ વરસાદની ઘટ પણ ઘટી છે. જ્યારે ગુજરાતના આગામી પાંચ દિવસમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.