Site icon Revoi.in

અમદાવાદઃ મનપા સંચાલિત પ્રસૂતિગૃહ હોસ્પિટલની બિલ્ડિંગનું નવનિર્માણ

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં શહેરીજનોને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે એએમસી દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે. દરમિયાન શહેરીજનોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વીએસની જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૂતિગૃહ હોસ્પિટલની બિલ્ડિંગનું નવનિર્માણ કરવામાં આવશે. એટલું જ નહીં તબીબી સુવિધા વધારવા અત્યાધુનિક સાધનો વસાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી મનપાનું આ બજેટ ચૂંટણીલક્ષી હોવાનું રાજકીય વિશેષકો માની રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મનપાએ AMTS નું વાર્ષિક બજેટ રૂ 536.14 કરોડ, એમ.જે લાયબ્રેરીનું રૂ 15.33 કરોડ અને વી.એસ હોસ્પિટલ માટે રૂ 184.83 કરોડનું બજેટ ફાળવાયું છે. વીએસની જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૂતિગૃહ હોસ્પિટલની બિલ્ડિંગનું નવનિર્માણ થશે. તબીબી સુવિધા વધારવા અત્યાધુનિક TCB મશીન,એલીઝા રીડર અને ટીસ્યુ લેટશન વિકસાવવામાં આવશે. હોસ્પિટલમાં જ નવી સ્પોર્ટ્સ ઈન્જરી ક્લિનિક પણ ઊભી કરવામાં આવશે. હોસ્પિટલના તમામ વિભાગોના કેસનું ડિઝિટલાઈઝેશન કરવા માટે 200 લાખ ફાળવવામાં આવ્યા છે. શહેરીજનોને મનપા સંચાલિક હોસ્પિટલમાં તમામ બીમારીની સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા એએમટીએસનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું છે. હવે એએમટીએસ બસમાં સિનિયર સિટીઝન ફ્રીમાં મુસાફરી કરી શકશે. આ ઉપરાંત નગરપ્રાથમિક સ્કૂલા વિદ્યાર્થીઓને સ્કૂલ-આવવા જવા માટે ફ્રી પાસ આપવામાં આવશે. એટલું જ નહીં કોરોના મહામારીમાં માતા કે પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓ પણ ટીકીટ વિના પ્રવાસ કરી શકશે. આ ઉપરાંત મનપા 50 જેટલી ઈ-બસ વસાવશે. મનપા દ્વારા પ્રવાસીઓને પરિવહનની યોગ્ય સેવા મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે.