Site icon Revoi.in

અમદાવાદઃ જાણીતા સમાજસેવિકા ઈલાબેન ભટ્ટનું નિધન

Social Share

અમદાવાદઃ મહિલાઓ માટે કામ કરતી સેવા સંસ્થાના સ્પાથક અને પદ્મશ્રી તથા પદ્મભૂષણથી સન્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધો હતો. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા. તેમજ ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી  અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.  1977માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો. જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે શ્રદ્ધાંજલી પાઠવી હતી.

ઇલાબહેન ભટ્ટનો જન્મ 7મી સપ્ટેમ્બર 1933ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ વ્યવસાયે વકીલ હતા. જ્યારે માતા વનલીલાબેન સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમે હતાં. ઈલાબેન ભટ્ટે સ્ત્રીઓના ઉત્થાન માટે સેવા સંસ્થાની સ્થાપના કરી હતી. એટલું જ નહીં ગાંધી વિચારધારામાં માનતા ઈલાબેન ભટ્ટ ગુજરાત વિદ્યાર્થીઠના ચાન્સલેર પણ રહી ચુક્યાં છે. જો કે, નાદુરસ્ત તબિયતના કારણે તેમણે વિદ્યાપીઠના ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યું હતું. ઈલાબેન ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને આઠ દિવસથી અમદાવાદની ખાનગી હોસાપિટલમાં તેમની સારવાર ચાલતી હતી. જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધો હતો.