અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી માટે દિશાનિર્દેશ જાહેર કરાયા હતા.
નવ જેટલા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરાઈ હતી.
અમદાવાદ માર્ગે અને મકાન વિભાગ દ્વારા રાજ્ય અને મુખ્ય જિલ્લાના માર્ગો મળીને કુલ 102થી વધુ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતાં માર્ગો પર મેટલપેચથી મરામત કરવામાં આવી હતી. જ્યારે 94થી વધુ કિલોમીટરની લંબાઈ ધરાવતાં માર્ગોમાં ડામર પેચથી મરામત કરવામાં આવી હતી.