- આયશાના પતિની થઈ ઘર પકડ
- 25 તારીખે આયશાએ સાબરમતીમાં મોત વ્હાલું કર્યું હતું
- સોશિયલ મીડિયા પર આયશાના વીડિયોએ લોકોને માયૂસ કર્યા હતા
- વીડિયો વાયરલ થતા તેના પતિની ઘરપકડ કરવાની માંગ ઉઠવા પામી હતી
અમદાવાદ – છેલ્લા 4 દિવસોથી સોશિયલ મીડિયામાં એક ખબર ખૂબજ વાયરલ થઈ રહી છે, હસતા મોઢે મોતને વ્હાલું કરનારી આયશાનો વીડિયો જોઈને કોઈનું પણ દિલ હચમચી ઉઠે તે વાત સહજ છે, 25 ફેબ્રુઆરીના રોજ આયશાએ પોતાના પતિથી કંટાળીને અમદાવાદ ખાતેની સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી, જો કે, તેના આ વીડિયો બાદ લોકોએ તેને હત્યા જ ગણાવી છે અને તેના પતિની ઘરપક઼ડ કરવાની લોક માંગ ઉઠવા પામી હતી.
ત્યારે ગુજરાત પોલીસે વિતેલા દિવસને સોમવારના રોજ આયશાના પતિ આરિફ ખાનની રાજસ્થાનના પાલી વિસ્તારમાંથી ઘરપકડ કરી છે, ઉલ્લેખનીય છે કે આયશાએ તેણે બનાવેલા છેલ્લા વીડિયોમાં પતિ દ્રારા શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો, આયશાના નિકાહ વર્ષ 2018મા આરીફ ખાન સાથે થયા હતા, પોલીસે આયશાના પતિ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો કેસ દાખલ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.દેસાઇએ જણાવ્યું છે કે, આરિફની પાલીથી ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પોલીસની એક ટીમ ઝાલોર સ્થિત તેના ઘરે પહોંચી હતી પરંતુ તે ત્યાં મળ્યો નહોતો. ત્યાર બાદ તકનીકીની મદદથી, આરોપી પાલીથી પકડાયો છે. હવે તેમને મંગળવારના રોજ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવશે.
આયશા અમદાવાદની રિલીફ રોડ, એસવી કોમર્સ કોલેજમાં ઇકોનોમિક્સમાં એમ.એ.નો અભ્યાસ કરી રહી હતી, અભ્યાસની સાથે સાથે તે એક ખાનગી કંપનીમાં નોકરી પણ કરતી હતી. આયશાના 6 જુલાઈ, વર્ષ 2018 ના રોજ આરીફ સાથે લગ્ન થયા હતા. આરીફ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા બાદ આયેશા 10 માર્ચ, 2020 થી તેના પિતાના ઘરે અમદાવાદ ખાતે રહેતી હતી. આત્મહત્યા કર્યાના 2 મિનિટ પહેલા વીડિયોએ સમગ્ર દેશવાસીઓને માયૂસ કર્યા હતા, વીડિયામાં હસતા માઢે તે આત્મહત્યા કરી રહી હોવાનું જણાવ્યું
સાહિન-