અમદાવાદઃ એએમસી દ્વારા ઉત્તર ઝોન ઠક્કરબાપા નગર વોર્ડમાં ટી.પી.65, એફ.પી.145 ખાતે 797 ચોરસ મીટર વિસ્તારમાં બનાવેલા સિનિયર સિટીઝન પાર્કનું સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાર્કનું નિર્માણ અંદાજે કુલ રૂપિયા 13 લાખ 81 હજારના ખર્ચે કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવા સાર્થક પ્રયાસોથી શહેરના નાગરિકોને શુદ્ધ હવા મળશે, તથા સિનિયર સિટીઝન નાગરિકોને પાર્કમાં યોગ અને કસરત કરવાથી તેમના સ્વાસ્થ્યની સાર-સંભાળ કરવાની સુવિધા મળશે. આ પ્રસંગ્રે અમદાવાદ શહેરના મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ઉપસ્થિત રહ્યાં હતા.
અમદાવાદ શહેરમાં મનપા દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યાં છે શહેરીજનોને સુવિધા પુરી પાડવાની સાથે ગાર્ડન સહિતના મનોરંજન સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે, શહેરના વિવિધ વિસ્તારોમાં ગાર્ડનના વિકાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ પર્યાવરણને ધ્યાનમાં રાખીને વૃક્ષા રોપણ પણ કરવામાં આવી રહ્યું છે. હાલ વિવિધ વિસ્તારમાં વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમજ વિવિધ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ગાર્ડનનું પણ નિયમિત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં શહેરીજનોને મનોરંજનની સુવિધા મળી રહે તે માટે સાબરમતી નદી ઉપર તૈયાર કરવામાં રિવરફ્રન્ટ ખાતે વિવિધ રાઈટ્સ કાર્યરત કરવામાં આવી છે દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ રિવરફ્રન્ટની મુલાકાત લે છે અને વિવિધ રાઈટ્સનો આનંદ ઉઠાવે છે. તાજેતરમાં જ શહેરના રિવરફ્રન્ટ ખાતે પ્રવાસીઓ માટે મલ્ટીલેવલ પાર્કિગ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.