અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમોનું પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવા મામલે હાઈકોર્ટે મનપાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. દરમિયાન નદીમાં ગેરકાયદે પાણી છોડતા એકમો સામે મનપા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન લગભગ 84 જેટલા એકમોના ગટરના કનેકશન કાપી નાખવામાં આવ્યાં છે.
અમદાવાદ મહાનગર પાલિકાના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં કુલ 14 એસ.ટી.પી. કાર્યરત છે જેમાં નદીની પુર્વ બાજુએ આવેલા એસ.ટી.પી.માં આવતાં ઇનકમીંગ સુએજના પેરામીટર્સ ડિઝાઇન લીમીટ કરતાં ઘણા વધારે જોવા મળે છે. જેનું મુખ્ય કારણ સુએજ લાઇનોમાં આવતું ઇન્ડસ્ટ્રીટલ એફલુઅન્ટ છે. અમદાવાદ શહેરમાં મુખ્ય 4 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નરોડા, વટવા, ઓઢવ અને નારોલ આવેલ છે. આ ઉપરાંત શહેરના ઉત્તર, પુર્વ, મધ્ય અને દક્ષિણ ઝોનમાં નાનાં – નાનાં ધણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલાં છે.
મોટાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એફલુઅન્ટ માટે CETP બનાવેલ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરગથ્થુ ગંદા પાણીના શુધ્ધિકરણ માટે બનાવેલા છે પરંતુ અ.મ્યુ.કો.ની સેવેજ લાઇનોમાં ઇન્ડસ્ટ્રીયલ કનેકશનો મારફતે ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ ઠલવાતાં હોવાથી એસ.ટી.પી.ના ડોમેસ્ટીક સીવેજના ડિઝાઇન ઇનલેટ પેરામીટર જળવાતાં નથી. જેના કારણે પ્લાન્ટની માઇક્રોબીયલ પ્રોસેસમાં બેકટેરીયલ ડેવલોપમેન્ટમાં હાનિ પહોંચતી હોવાથી આઉટલેટ પેરામીટર GPCBનાં નોર્મ્સ અનુસાર જળવાતાં નથી તેમજ ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટના કારણે એસ.ટી.પી.ની મશીનરીને પણ નુકસાન થતું રહે છે.
હાઇકોર્ટના નિર્દેશ અ.મ્યુ.કો.દ્વારા પોતાની યુટીલીટીના મેન્ટેનન્સ માટે તાકીદે ડ્રેનેજ લાઇનોમાં કરેલ ગેરકાયદેસર જોડાણો કાપવાની કામગીરી કરવાની થાય છે. જેના અનુસંધાને અ.મ્યુ.કોર્પો. દ્વારા વિવિધ ઝોનમાં 84 થી વધુ એકમોના ગટર કનેક્શન કાપી નાખવામા આવ્યા છે.