અમદાવાદઃ AMCમાં વિપક્ષના નેતા તરીકે અંતે શહેજાદ ખાન પઠાણની પસંદગી
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપનું શાસન છે જો કે, છેલ્લા કેટલાક સમયથી વિપક્ષના નેતાની પસંદગીને લઈને કોંગ્રેસમાં નારાજગી ફેલાઈ હતી. એટલું જ નહીં તાજેતરમાં કેટલાક કોંગ્રેસના કોર્પોરેટરે રાજીનામાની ચિંમકી ઉચ્ચારી હતી. દરમિયાન એએમસીના વિપક્ષના નેતા સહિતના હોદ્દેદારોની અંતે પસંદગી કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મનપામાં છેલ્લા કેટલાક સમયથી વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન પઠાણનું નામ ચર્ચાતું હતું. દરમિયાન કોંગ્રેસ દ્વારા એએમસીના વિપક્ષના નેતા સહિતના હોદ્દેદારોની પંસદગી કરવામાં આવી છે. જેમાં વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાનની પસંદગી કરવામાં આવી હતી. જેથી શહેજાદ ખાનના સમર્થકોમાં ઉત્સાહ ફેલાયો હતો. તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
કોંગ્રેસ દ્વારા એએમસીમાં વિપક્ષના નેતા ઉપરાંત વિપક્ષના ઉપનેતા અને વિપક્ષના દંડકની પણ સપંદગી કરવામાં આવી છે. નિરવ બક્ષીને વિપક્ષના ઉપનેતા અને જગદીશ રાઠોડને વિપક્ષના દંડકની જવાબદારી આપવામાં આવી છે. આમ કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ અને આગેવાનોમાં નારાજગી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યાં હતા.