Site icon Revoi.in

અમદાવાદ ST ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારોમાં 1000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ એસટી ડિવિઝન દ્વારા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે તારીખ 26મીથી લાભપાંચમ સુધી 1000થી વધુ ટ્રીપો દોડાવાશે. એસ ટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોના સંચાલનમાં મુસાફરો પાસેથી નિયત કરતા સવાગણું ભાડુ વસુલવાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટા તહેવારોમાં એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદ ડિવિઝન દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં 1000 જેટલી ટ્રીપો દોડાવવામાં આવશે. જેમાં મુસાફરો પાસેથી નિયત કરેલા ભાડા કરતા સવા ગણું વધારે ભાડું વસુલવાનો નિર્ણય એસ ટી નિગમ દ્વારા લેવામાં આવ્યો છે. આગામી તારીખ 26મી, ઓક્ટોબરથી લાભ પાંચમ સુધી રાજ્યના અલગ અલગ 14 વિસ્તારોમાં એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

અમદાવાદ એસટી ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે 1000 જેટલી ટ્રીપોનું આયોજન કરાયુ છે. જેમાં દાહોદ, ગોધરા, ઝાલોદ, ફતેપુરા, બારીયા, અમરેલી, સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારોમાં એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે. જેમાં ગાંધીનગર ડેપોમાંથી દરરોજ વીસેક અને દહેગામ ડેપોમાંથી દરરોજ દસેક જેટલી બસો એકસ્ટ્રા સંચાલન માટે મોકલાશે. ગાંધીનગરના ડેપોમાંથી એકસ્ટ્રા બસોનું સંચાલન પોરબંદરથી ગાંધીનગર, ગાંધીનગરથી સોમનાથ, સોમનાથથી ગાંધીનગર, ગાંધીનગરથી ઊના, ક્રિષ્નાનગરથી સાવરકુંડલા સહિતની બસો એકસ્ટ્રા સંચાલનમાં દોડશે.