Site icon Revoi.in

અમદાવાદ સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલ જમાવશે રંગ  – વાયુસેના બતાવશે પોતાની કરતબ,પીએમ મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહવાની શક્યતા

Social Share

અમદાવાદ- ક્રિકેટ રસિયાઓ માટે હવે વર્લ્ડ કપ ફાઈનલનો ઈંતઝાર ખતમ થવા આવ્યો છે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે આ મેચ જોવા માટે પ્રધાનમંત્રી મોદી પણ આવે તેવી શક્યતાો જોવા મળી રહી છે.

એટલું જ નહી વર્લ્ડ કપની આ ફાઈનલ મેચને ખાસ બનાવાની તૈયારીઓ પણ થઈ ચૂકી છે.આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નક્કી થઈ ગઈ છે. બંને ટીમો 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ કરશે.

આ મેચ પહેલા એક એર શો થશે, જે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા કરવામાં આવશે. ગુજરાતના ડિફેન્સ પીઆરઓ અનુસાર, સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મોટેરા વિસ્તારમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ મેચની શરૂઆતના 10 મિનિટ પહેલા એર શો દ્વારા લોકોને રોમાંચિત કરશે.

પીઆરઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર શો માટે રિહર્સલ શુક્રવાર અને શનિવારે યોજાશે. બુધવારે ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. ફાઈનલ મેચ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી શકે છે.

આ સમયગાળા દરમિયાન ગાયકો દુઆ લિપા, પ્રિતમ ચક્રવર્તી અને આદિત્ય ગઢવી પરફોર્મ કરશે. ભારતીય ખેલાડીઓ, ભૂતપૂર્વ ભારતીય મહાન સચિન તેંડુલકર અને હાર્દિક પંડ્યાના પરિવારના સભ્યો પણ અમદાવાદ પહોંચી શકે છે