- પોલીસે પાંચ શખ્સોની કરી અટકાયત
- સ્થાનિકોએ મનપાની ટીમ સામે કર્યાં આક્ષેપ
- ઘરના સામાનની તોડફોડ કર્યાના આક્ષેપ
અમદાવાદઃ શહેરના જૂના વાડજ વિસ્તારમાં આજે મનપાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી. દરમિયાન સ્થાનિકોએ પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો અને નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ પથ્થરમારો કરવા સબબ પાંચની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ટીમ સાથે જૂના વાડજમાં આવેલા સ્લમ વિસ્તારમાં ગઈ હતી. તેમજ 50 જેટલા દબાણ હટાવવાની કામગીરી કરી હતી. મનપાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. તેમજ કોર્પોરેશનની ટીમ ઉપર પથ્થર મારો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. દરમિયાન સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશનની ટીમે તમામ સામાન તોડફોડ કરીને રસ્તા ઉપર ફેંકી દીધો હતો. તેમજ આ અંગે પોલીસ ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે પણ કોઈ મદદ કરી ન હતી.