1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગના વજનથી મળશે છુટકારો, બાળકના વજનથી 10માં ભાગ જેટલુ હશે
અમદાવાદઃ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગના વજનથી મળશે છુટકારો, બાળકના વજનથી 10માં ભાગ જેટલુ હશે

અમદાવાદઃ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગના વજનથી મળશે છુટકારો, બાળકના વજનથી 10માં ભાગ જેટલુ હશે

0
Social Share
  • શિક્ષણ વિભાગના સ્કૂલ બેગના વજન અંગે પરિપત્ર જાહેર કર્યો
  • શહેરની 2 હજાર સ્કૂલના પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે રાહત
  • નિયમનું પાલન નહીં કરનાર સ્કૂલ સંચાલકો સામે કરવામાં આવશે કાર્યવાહી 

અમદાવાદઃ શહેરીની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન વધારે હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્યને અસર થઈ શકે છે. જો કે, હવે શહેરના વિદ્યાર્થીઓને સ્કૂલબેગના ભારે વજનથી છુટકારો મળશે. અમદાવાદમાં શિક્ષણ વિભાગે હવે સ્કૂલ બેગનું વજન વિદ્યાર્થીના વજનથી 10માં ભાગથી વધારે નહીં હોવાનો નિર્ણય લીધો છે. આ નિયમનું પાલન નહીં કરનાર સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી શહેરની લગભગ બે હજાર સ્કૂલના પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવી શિક્ષણનીતિ અનુસાર શિક્ષણમાં ડિજિટલાઈઝેશનમાં વધારાનો ભાર મુકવામાં આવ્યો છે, એટલું જ નહીં સ્કૂલ બેગના વજનને લઈને પણ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તેમ છતા કેટલીક સ્કૂલના સંચાલકો તેનું પાલન નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીઓ સ્કૂલબેગના વજન હેઠળ દબાતા હતા. આ અંગે નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી. સ્કૂલ બેગના વજનને લઈને ફરિયાદોને લઈને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ સ્કૂલ બેગને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં આ અંગે પરિપત્ર જાહેર કરીને નિયમોનું પાલન કરવા માટે નિર્દેશ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code