અમદાવાદઃ તા. 2 જુલાઈએ “MAHARANAS (A Thousand Year War For Dharma)” પુસ્તકનું લોન્ચિંગ કરાશે
અમદાવાદઃ ભારતીય વિચાર મંચ, કર્ણાવતી અને સેન્ટર ફોર ઈન્ડિક સ્ટડીસ, ઈન્ડસ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ઓમેન્દ્ક રત્નુસના પુસ્તક “MAHARANAS (A Thousand Year War For Dharma)”નું લોન્ચિંગ અને ગ્રુપ ચર્ચાનો કાર્યક્રમ તા. 2 જૂનના રોજ યોજાશે. અમદાવાદમાં અટીરા કેમ્પસ નજીક આવેલા એએમએ કોમ્પલેક્સના એચ.ટી પારેખ કન્વેશન સેન્ટર માં આ પુસ્તકનું તા. 2 જુલાઈના રોજ સાંજના 6.30 કલાકે લોન્ચિંગ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં જ “MAHARANAS (A Thousand Year War For Dharma)”નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગ્રે અમિત શાહે ઇતિહાસકારોને વર્તમાન માટે ભૂતકાળના ગૌરવને પુનઃજીવિત કરવાની અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે, દેશમાં મોટાભાગના ઈતિહાસકારોએ ઘણા સામ્રાજ્યોના ભવ્ય નિયમોની અવગણના કરીને માત્ર મુઘલોના ઇતિહાસને રેકોર્ડ કરવાને મહત્વ અપાયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમને ઇતિહાસ લખવાથી કોઈ રોકી શકશે નહીં કારણે આપણે હવે સ્વતંત્ર છીએ.