Site icon Revoi.in

અમદાવાદઃ કલેક્ટરે વર્ષ 2016થી અત્યાર સુધી 900 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પ્રમાણપત્ર આપ્યા

Social Share

અમદાવાદ :પાકિસ્તાનમાં દમનનો સામનો કરીને ભારતમાં આવી વસેલા પાકિસ્તાની હિંદુઓને ભારત સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે તેમને ભારતની નાગરિકતા આપવામાં આવી રહી છે, આવામાં અમદાવાદમાં રહેતા કેટલાક હિંદુઓને પણ ભારત સરકારે ભારતની નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે. અમદાવાદમાં વર્ષ 2016થી અત્યાર સુધીમાં 900 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ રવિવારે 32 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા.અન્ય નવા 18 પાકિસ્તાની હિંદુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવશે.

રવિવારે સત્તાવારારીતે ભારતીય નાગરિક્ત્વ મેળવાનારા આ 32 પાકિસ્તાની હિંદુ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. સિટિઝનશિપ એક્ટ મુજબ 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.

નોંધનીય છે કે,એક મહિના પહેલાં પણ 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિક્તા પત્ર આપવામાં આવ્યા હતા. રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ વિદેશી નાગરિકોને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. 2016થી અત્યાર સુધીમાં 900 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

વર્ષ 2016 અને 2018 ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહ્યા છે.