Site icon Revoi.in

અમદાવાદઃ આરોગ્યના કારણોસર દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યામાં વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીનો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આરોગ્યના કારણોસર દારૂની પરમીશન મેળવનારાઓની સંખ્યામાં વધારો થઈ રહી છે. અમદાવાદ શહેરમાં સાડા ચાર વર્ષમાં 12 હજારથી વધારે લોકોએ આરોગ્યના કારણોસર પરમીટ માગી છે. જે પૈકી ચાર હજાર જેટલી અરજીઓ નવી પરમિટ માટેની હોવાનું જાણવા મળે છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2019થી જૂન 2022 સુધી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી 4 હજારથી વધારે નવી અરજીઓ નશાબંધી કચેરીએ મોકલવામાં આવી છે. ચાલુ વર્ષે જૂન મહિના સુધી 637 જેટલી અરજી થઈઓ છે. સરકારને સાડા ચાર વર્ષ દરમિયાન નવી અરજીઓથી લગભગ 8.30 કરોડની આવક થઈ છે.

સિવિલ હોસ્પિટલમાંથી 2018થી 2021 સુધીના સમયગાળામાં 12417 અરજી નશાબંધી શાખાને મોકલી આપવામાં આવી હતી. જે પૈકી 1573 જેટલી અરજીઓને ના મંજૂર કરવામાં આવી હતી. આરોગ્યના કારણોસર દારૂની પરમિટ માગનારાઓમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ એક ટકા જેટલી મહિલાઓએ અરજી કરી છે. હાલ રાજ્યમાં 5547 મુલાકાતી, 3729 પ્રવાસીઓને પરમિટ ઈસ્યુ કરવામાં આવી છે. કોરોના મહામારીમાં આરોગ્યને લઈને દારૂની પરમિટ માંગરનારાઓની સંખ્યામાં વધારો થયાનું જાણવા મળે છે. તંત્ર દ્વારા યોગ્ય ચકાસણી બાદ જ દારૂ અંગે પરમિટ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીને લઈને કડક કાયદા બનાવવામાં આવ્યાં છે. તેમજ પોલીસ દ્વારા દારૂની હેરાફેરીને અટકાવવા માટે ચુસ્ત વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.