અમદાવાદઃ ભારતની પ્રજા હાલ મોંધવારીનો સામનો કરી રહ્યું છે. દરમિયાન સમગ્ર દેશમાં સૌથી સસ્તા શહેરોમાં પ્રથમ ક્રમે હેરિટેજ સિટી અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરમાં ઘર તથા અન્ય ખદીરવા મામલે સૌથી સસ્તુ શહેર હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીએ જાહેર કરેલા અફોર્ડેબિલીટી ઈન્ડેક્સમાં પ્રજાને પોયાસ તેવુ શહેર માત્ર અમદાવાદ છે. જ્યારે મેટ્રોસિટી મુંબઈ સૌથી મોટુ શહેર છે. દેશના મોટા આઠ શહેરોનો આ ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો હતો. આઠ શહેરોમાં અમદાવાદ અને મુંબઈ ઉપરાંત હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નાઈ, પૂણે અને કોલકાતાનો સમાવેશ થાય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર 2023ના પ્રથમ છ મહિનામાં, અમદાવાદનો ગુણોત્તર 23 ટકાના દરે ભારતના ટોચના આઠ શહેરોમાં સૌથી નીચો નોંધાયો છે. તે પછી 26 ટકાના રેશિયો સાથે પુણે અને કોલકાતાનો નંબર આવે છે. તે સરેરાશ ઘરની આવકનું પ્રમાણ છે જે EMI ચુકવણીઓ પર ખર્ચવામાં આવે છે. 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના આધારે, ઇન્ડેક્સ લોકોની ઘરો અથવા અન્ય સામાન ખરીદવાની ક્ષમતા જણાવે છે. તે સમાન માસિક હપ્તાના ગુણોત્તર અને કુટુંબની સરેરાશ આવક પર આધારિત છે. 2022માં પણ અમદાવાદ સૌથી વધુ પોસાય તેવું શહેર હતું. મુંબઈ 55 ટકાના રેશિયો સાથે સૌથી મોંઘું શહેર છે. તે પછી હૈદરાબાદ 31 ટકા અને નેશનલ કેપિટલ રિજન 30 ટકા આવે છે. આઠ શહેરોની યાદીમાં મુંબઈ આઠમા ક્રમે છે, ત્યારબાદ હૈદરાબાદ સાતમા, દિલ્હી છઠ્ઠા, બેંગલુરુ પાંચમા, ચેન્નાઈ ચોથા, પૂણે ત્રીજા અને કોલકાતા બીજા ક્રમે છે.