1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ- બોટાદ વચ્ચે બ્રોડગેજનું કામ પૂર્ણ થતાં દિવાળી સુધીમાં ટ્રેનો દોડતી થશે
અમદાવાદ- બોટાદ વચ્ચે બ્રોડગેજનું કામ પૂર્ણ થતાં દિવાળી સુધીમાં ટ્રેનો દોડતી થશે

અમદાવાદ- બોટાદ વચ્ચે બ્રોડગેજનું કામ પૂર્ણ થતાં દિવાળી સુધીમાં ટ્રેનો દોડતી થશે

0
Social Share

અમદાવાદઃ ભાવનગર રેલવે ડિવિઝનના બોટાદ અને અમદાવાદ વચ્ચેની મીટરગેજ લાઇનમાંથી બ્રોડગેજ લાઇન બદલાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે અને દિવાળી સુધીમાં ટ્રેન શરૂ થાય તેવી સંભાવના છે. આ ગેજ કન્વર્ઝન થવાથી ભાવનગર અમદાવાદ વચ્ચેનું રેલમાર્ગનુ અંતર 35 કિ.મી. ઘટી જશે અને અમદાવાદથી ચાલતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવી અને સવલતો વધારી શકાશે. અમદાવાદથી દેશના મોટાભાગના રાજ્યોને જોડતી ટ્રેનો ચાલે છે, તેથી આવી ટ્રેનો જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને પાર્કિંગ કરવાની પણ સમસ્યાઓ નડે છે.તેથી આવી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવાથી અમદાવાદની સમસ્યાનું નિરાકરણ પણ આવી શકે અને ભાવનગરના નાગરિકોને લાંબા અંતરની ટ્રેનોનો સીધો લાભ પણ મળી શકશે.

ભાવનગર ટર્મિનસ હોવાથી અહીંયા રેક પાર્કિંગની સવલતો મોજુદ છે. બોટાદથી અમદાવાદ વચ્ચેના 170 કિ.મી.ના ગેજ કન્વર્ઝનનું કામ 976 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. જેમાં 24 સ્ટેશનો, 13 મોટા પૂલ, 226 નાના પૂલ તૈયાર થઇ ચૂક્યા છે, અને કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝનનું ઇન્સપેકશન કરવા માટે જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી છે. જુલાઇના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં સીઆરએસ રૂટનું ઇન્સપેકશન કરાયા બાદ સબ સલામત અંગેનું સર્ટિફિકેશન કરાયા બાદ દિવાળી અગાઉ અમદાવાદ-બોટાદ વચ્ચેની ટ્રેન શરૂ થઇ શકે છે. ગેજ કન્વર્ઝનનો સૌથી વધુ લાભ ભાવનગરને મળી શકે તેમ છે. અમદાવાદની ટ્રેનો લંબાવી શકાય ઉપરાંત રાજકોટની લાંબા અંતરની ટ્રેનો માટે બોટાદથી ભાવનગરના કોચ જોડી અને જિલ્લાના નાગરિકોની સુવિધા મળી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code