Site icon Revoi.in

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ટ્રક અને ટેમ્પા વચ્ચેના અકસ્માતમાં બેના મોત

Social Share

વડોદરાઃ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વે પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મહેમદાવાદ તાલુકાના વાઠવાળી પાસે એકપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ આઇસર ગાડી ઘૂસી ગઇ હતી. ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાહન ચાલકો પૂરફાટ દોડતા વાહનના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા હોય છે. ટ્રક અને ટેમ્પા ચાલકો હાઈવે પર પોતાની નિર્ધારિત લેનમાં રહેવાને બદલે અન્ય લેનમાં વાહનો દાડાવતા હોય હોય છે. હાઈવે પર નિયમોનું પાલન થતં નથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મહેમદાવાદ તાલુકાના વાઠવાળી પાસે એકપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ આઇસર ગાડી ઘૂસી ગઇ હતી. જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ક્લિનરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાઇવે પેટ્રોલિંગની ટીમે આઇસરમાં ફ્સાયેલા ટ્રક ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માતની જાણ થતાં મહેમદાવાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.