Site icon Revoi.in

અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડો.કિરીટ સોલંકીની અનુ.જાતિ/જનજાતિ કલ્યાણ સમિતીના ‘ચેરમેન’ તરીકે નિમણૂક

Social Share

અમદાવાદઃ- અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ એવા શ્રી ડો. કિરીટભાઈ સોલંકીને સંસદીય સમિતી અનુસુચિત જાતિ/જનજાતિ કલ્યાણ, નવી દિલ્હીના સતત છઠ્ઠી વખત “ચેરમેન” તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.ડો, કિરીટ સોલંકીએ આ માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેઓને સતત છઠ્ઠી વખત આ પદ તરીકે નિમણૂક કરાતા જણાવ્યું હતું કે, ‘મારુ સૌભાગ્ય છે કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મને અનુસુચિત જાતિ/જનજાતિ કલ્યાણ સમિતિનો પદભાર સંભાળવા માટે વધુ એક વર્ષ માટે મારી પસંદગી કરી છે. હું પીએમ મોદી, સ્પીકર, ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું’

ઉલ્લખેનીય છે કે, કિરીટ સોલંકી ભારતીય રાજકારણી અને તબીબી વ્યવસાયી સાથે સંકાળેલું જાણીતું નામ છે, તેઓ એક જાણીતા લેપ્રોસ્કોપિક સર્જન છે , આ સાથે જ તેઓ ગુજરાતના અમદાવાદ પશ્ચિમ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી રાજકીય પક્ષના સભ્ય પણ છે .

ત્યારે હવે તાજેતરમાં જ તેમની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગેની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે . તેઓ સંસદમાં સૌથી સક્રિય સભ્ય રહ્યા છે અને 15 મી અને 16 મી લોકસભામાં લગભગ 100 ટકા હાજરી રહી છે. સંસદ અને મતક્ષેત્રમાં તેમના સક્રિય કાર્ય બદલ તેમને 2018 અને 2019 માં સતત બે વાર શ્રીસંત સંસદ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.