અમદાવાદીઓને હરવા-ફરવાના વધુ 4 સ્થળો મળશેઃ તળાવોનું કરાશે બ્યુટીફિકેશન
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસ થયો છે. કાંકરિયા તળાવ સહિતના સ્થળોનો તંત્ર દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. દરમિયાન શહેરના નરોડા, ચેનપુર, વિંઝોલ અને મુઠીયા ગામના ચાર તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. એક વર્ષમાં સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિયલ કોર્પોરેશનને 11 તળાવ બ્યુટીફિકેશન માટે કોંપવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ચેનપુર, મુઠીયા, વિંઝોલ અને નરોડા ગામના ચાર તળાવ બ્યુટીફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવ્યાં છે. અમદાવાદમાં છેલ્લા 11 મહિનામાં 11 તળાવો બ્યુટીફિકેશન માટે કોર્પોરેશનને અપાયા છે. માર્ચ મહિનામાં 4 તળાવ, જૂન-જુલાઇમાં 2 તળાવ અને ઓગસ્ટમાં 5 તળાવ સોંપવામાં આવ્યા હતા. આ તળાવોમાં વેજલપુરનું તળાવ, વટવાનું વાંદરવટ તળાવ, છારોડીનું સરકારી તળાવ, ગોતાનું ગામ તળાવ, શીલજનું સરકારી તળાવ, આંબલીનું ગામ તળાવ, ઓગણજમાં આવેલા 2 ગામ તળાવ, સોલાનું ગામ તળાવ અને હેબતપુરના ગામ તળાવનો સમાવેશ થાય છે.
મહાનગરપાલિકા દ્વાર શહેરની સુંદરતા વધારવાના હેતું અંતર્ગત આ તળાવોને હરવા-ફરવાના સ્થળ તરીકે વિકાસાવાશે. તેમજ આ તળાવોમાં પ્રવાસન-પિકનિક સેન્ટર પણ બનાવાશે. આ તળાવોમાં રિસાઈકલ્ડ વોટર ભરાશે.