પ્રથમ નોરતે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટઃ PM મોદી શુભારંભ કરાવે તેવી શકયતા
અમદાવાદઃ શહેરમાં ગણા વર્ષોથી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે અને કામગીરી પૂર્ણતાના આરે છે, દરમિયાન આગામી દિવસોમાં શહેરીજનોને મેટ્રો ટ્રેનની સુવિધા પણ ઉપલબ્ધ થશે. નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે જ શહેરીજનોને મેટ્રો સેવાનો લાભ મળતો થવાની શકયતા છે. PM મોદી નવરાત્રિના પહેલા દિવસે જનતાને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે.
અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ વસ્ત્રાલ-થલતેજ, APMC અને મોટેરા મેટ્રો રુટ તૈયાર થઇ ગયો છે. 3 કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ 40 હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે. આગામી દિવસોમાં નવા બે રૂટ ઉપર મેટ્રો દોડતી જોવા મળશે. પ્રથમ નોરતે શહેરીજનોની આતુરતાનો અંત આવશે.