નવી દિલ્હીઃ ઉત્તરભારતના દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પ્રદુષણને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયાં છે. હવે ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. સતત બીજા દિવસે શહેરના પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. પ્રદુષણને પગલે શ્વાસની બિમારીથી પીડિતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના છેવાડે આવેલા બોપલમાં એક ક્વોલીટી ઈન્ડેક્સ (AQI) 321 નોંધાયો હતો. જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 301 નોંધાયો હતો. AQIના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. 200થી 300 વચ્ચેના AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેના AQIને અત્યંત ખરાબ ગણાય છે. આ જોતાં અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી જઇ રહી છે.
અમદાવાદ શહેરમાં ધીમે-ધીમે શિયાળાની ફુલગુલાબી ઠંડી વધી રહી છે, બીજી તરફ પ્રદુષણ પણ સતત વધતા તંત્ર ચિંતામાં મુકાયું છે. એટલું જ નહીં પ્રદુષણ અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં હવાના પ્રદુષણને માપવા માટે સિસ્ટમ ગોઠવવામાં આવી છે.
(PHOTO-FILE)