Site icon Revoi.in

અમદાવાદનો નિર્માણાધીન બ્રીજ રાતે અચાનક વચ્ચેથી તૂટી પડ્યોઃ- જાનહાની ટળી

Social Share

અમદાવાદઃ- અમદાવાદ શહેરના વિકાસ માટે અને રસ્તાઓની ટ્રફિકની સમસ્યાના નિવારણ માટે બ્રીજ બનાવવામાં આનતા હોય છે જેથી માગ્રવબહનને સરળ બનાવી શકાય, જો કે બ્રીજ બને તે પહેલાજ તૂટી જાય તેવી એક ઘટના અમદાવાદમાં મોડી રાતે બનવા પામી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ સ્થિત સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતિપુરા તરફ જવા માટે  નવો બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે જેથી ટ્રાફિકની સમસ્યા હલ થી શકે  જો કે આ નવો બની રહેલો બ્રીજ  હજુ તો બને તે પહેલાજ જમીન દોસ્ત થયો છે,આ બ્રીજ વચ્ચેથી જ મોડી રાતે અચાનક તૂટી પડ્યો હતો,ઘટનાની જાણ થતા તંત્રમાં ભાગદોડ મચી હતી આ સાથે જ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે રાતે વહેલી તકે આવી પહોંચ્યા હતા.જો કે રાત હોવાથી લોકોની અવર જવર ઓછી હતી જેના કારણે કોી પમ પ્રકારની જાનહાની થઈ નથી.

ઉલ્લેખનીય છે કે આ બ્રીજની 50 ટકા કામગીરી પૂર્ણ થી ગઈ હતી અને બાકીનું કાર્ય ચાલી રહ્યું હતું,બ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈને ભારે હોબાળો મચ્યો છે, અનેક સવાલો બ્રીજના નિર્માણ અંગે ઉત્પનન્ થી રહ્યા છે. આ સાથે જ ઘટના સ્થળે રાતે ફાયર વિભાગની ત્રણ ગાડીઓ આવી પહોંચી હતી.

બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લા છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે. ઔડા દ્વારા નિર્માણાધિન બ્રિજનો વચ્ચેનો ભાગ જ તૂટી પડ્યો છે. ત્યારે હવે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.