Site icon Revoi.in

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ યોજનાને ગાંધીનગર સુધી લંબાવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના વિઝનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ફેઝ 3માં ગિફ્ટ સીટી નજીક ટુંક સમયમાં શરુ કરાશે. રિવરફ્રન્ટને અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિમી જેટલી થશે. જાહેર પરિવહન વિભાગ દ્વારા નવી બસો મુસવાની સાથે બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરાશે. દરમિયાન આગામી વર્ષ નવી 2500 બસો એસટી દ્વારા મુકવામાં આવશે. રિવરફ્રન્ટના વિકાસ માટે બજેટમાં રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અમારી સરકાર માટે સરકાર એટલે રામ રાજ્ય, અમારી સરકારનો નેમ છે કે તમામ સુખી અને સમૃદ્ધ બને. છેવાડાના નાગરિક સુધી સરકારી યોજનાનો લાભ પહોંચ્યો છે. એક જ નંબર ઉપર પોલીસ, ફાયબ્રિગેડ સેવા મળી જશે. શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 20 મીનિટમાં પોલીસ પહોંચશે. સમગ્ર રાજ્યમાં પોલીસને આધુનિક સુવિધાથી સજ્જ કરાશે. રાજ્યમાં 2001માં પ્રતિવ્યક્તિ આવક 18 હજાર હતી. જે 2023માં 2.73 લાખ જેટલી થઈ છે. દેશના સરેરાશ નાગરિક આવક કરતા ગુજરાતમાં વધારે છે. સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવાની જાહેરાત કરાઈ છે અને તેના માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી અપાઈ છે. નાણામંત્રીએ કહ્યું કે સ્ટાર્ટ એપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.