અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓના આવાગમનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાત મહિનામાં એટલે કે એપ્રિલથી ઓકટોબર સુધીમાં SVPI એરપોર્ટ પરથી લગભગ 10.61 લાખ વિદેશી પ્રવાસીઓ કરી હતી. એટલે કે પ્રવાસીઓની સંખ્યામાં 30 ટકા વધારો નોંધાયો હતો.
સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ સરદાર પટેલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પરથી લગભગ 10.61 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ મુસાફરી કરી હતી. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ સંખ્યા 8.19 લાખ હતી. આમ આ બંનેની સરખામણી કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાના મુખ્ય કારણો એ છે. કે, આ સમયગાળામાં G20 પ્રેસિડન્સી હેઠળના અનેક કાર્યક્રમો આ વર્ષે ગાંધીનગરમાં યોજાયા હતા. તેમાં નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોની કોન્ફરન્સ, એમ્પાવર્ડ સમિટ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદો પણ યોજાઈ હતી જેણે વિશ્વના વિવિધ ભાગોમાંથી ટ્રાફિકને અમદાવાદ તરફ ખેંચ્યો હતો. ઓપરેશનલ GA ટર્મિનલમાં પણ આ ઈવેન્ટ્સ દરમિયાન હાઈ-પ્રોફાઈલ ડેલિગેટ્સની નોંધપાત્ર હિલચાલ જોવા મળી હતી. અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો હતો
શહેરના એસપી એરપોર્ટ પર ડોમેસ્ટિક પેસેન્જર્સની અવરજવરમાં પણ ગત વર્ષના 42.9 લાખથી 30 ટકા વધીને આ વર્ષે 55.5 લાખ થઈ ગઈ છે. એટલે કે એપ્રિલથી નવેમ્બર સુધીમાં કુલ ટ્રાફિક લગભગ 75 લાખ મુસાફરો નોંધાયા હતા. એરપોર્ટ પર 18, 19 અને 20 નવેમ્બરના રોજ સતત ત્રણ દિવસ સુધી રેકોર્ડબ્રેક એક-દિવસીય પેસેન્જર ટ્રાફિક જોવા મળ્યો હતો. 20 નવેમ્બરના રોજ SVPIA ખાતે પેસેન્જર ટ્રાફિક 42,224 હતો, જેનું મુખ્ય કારણ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ હતી. પ્રાઈમરી ફોરેન પેસેન્જર ટ્રાફિક દુબઈ, અબુધાબી, કુવૈત, શારજાહ સહિતના ગલ્ફ દેશોમાંથી હતો. ત્યારબાદ સિંગાપોર, થાઈલેન્ડ અને યુકે (લંડન)નો સમાવેશ થાય છે. ઉનાળા અને દિવાળીની રજાઓ દરમિયાન વિદેશ પ્રવાસના બુકિંગમાં પણ વર્ષ દરમિયાન વધારો જોવા મળ્યો હતો.