અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવને બે દાયકા બાદ 5.15 કરોડના ખર્ચે હવે રિડેવલપ કરવાનો નિર્ણય એએસમી દ્વારા લેવામાં આવ્યો છે. કહેવાય છે. કે, તળાવના વોક-વેને ઉંદરો દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો. દીવાલો પણ તૂટી ગઈ છે. તેથી વસ્ત્રાપુર તળાવને રિડેવલ કરવાની નાગરિકો દ્વારા પણ માગ ઉઠી રહી હતી. જેના પગલે તળાવને રીડેવલોપમેન્ટ કરાશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા મ્યુનિ.હસ્તકના તળાવોને ડેવલોપ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન કરાશે. જેના માટે AMC દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ છે અને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. વસ્ત્રાપુર તળાવના વોક-વેને ઉંદરો દ્વારા ખોદી નાંખવામાં આવ્યો છે. છેલ્લા અનેક સમયથી ચારેય તરફની દીવાલો જર્જરીત બની ગઈ હતી. આ ઉપરાંત બહારના ભાગે જે ઝરૂખા મૂકવામાં આવ્યા છે, તે સહિતની જગ્યાઓને રી-ડેવલોપમેન્ટ કરવાની જરૂરિયાત હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના વસ્ત્રાપુર તળાવને રિડવલપ કરવાની આ વિસ્તારના સ્થાનિક નાગરિકો દ્વારા રજુઆતો મળી હતી. મોર્નિંગ વોક અને ઈવનિંગ વોક કરવા આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વસ્ત્રાપુર તળાવને ઇન્ટરલિંક કરવામાં આવેલું હોવા છતાં પાણી ભરાતુ નથી. જેથી, હવે તળાવમાં બારેમાસ પાણી ભરાયેલું રહે, તે માટે પાણીનો સંગ્રહ કરી શકાય. તે હેતસુર તળિયે માટીનું સ્તર કરવામાં આવશે. વસ્ત્રાપુર તળાવને વધુ રમણીય બનાવવા, વોક-વે એરિયા સહિતના કામોનો ઉમેરો કરવામાં આવશે.
અત્રે ઉલ્લેનીય છે. કે, વર્ષ 2003 પહેલાં ઔડા દ્વારા વસ્ત્રાપુર તળાવ ડેવલોપ કરવામાં આવ્યું હતું અને એએમસીની હદમાં 2006 પછી નવા પશ્ચિમ ઝોનના પાલિકા અને પંચાયતોના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઔડા દ્વારા વસ્ત્રાપુર તળાવ મ્યુનિ.ને સોંપવામાં આવ્યું હતું. મ્યુનિ. દ્વારા અગાઉ વસ્ત્રાપુર તળાવ ડેવલોપ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાંક કારણોસર વસ્ત્રાપુર તળાવમાં પાણી ભરાયેલું રહેતું નથી અને પાણી સૂકાઈ જતું હતું. જેથી, હવે આ તળાવને ફરી એકવાર નાગરિકો સુંદર રીતે ઉપયોગ કરી શકે તેના માટે રી-ડેવલોપમેન્ટ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.