Site icon Revoi.in

અમદાવાદના વેજલપુરના PSI 80 હજારની લાંચ લેતા પકડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. તગડો પગાર મેળવતા અધિકારીઓ પણ કોઈનો ય ડર નહોય તેમ બિન્દાસ્ત લાંચ માગી રહ્યા છે. ત્યારે વેજલપુરના પીએસઆઈએ માર ન મારવા માટે અને હેરાન ન કરવા માટે રૂપિયા એક લાખની લાંચ માગી હતી. જેમાં ફરિયાદીએ 80 હજારની વ્યવસ્થા થઈ શકી છે, બાકીના 20 હજાર પછીથી આપીશુ તેમ કહ્યું હતું. અને ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીએ પંચને સાથે રાખીને છટકું ગોઠવીને પીએસઆઈ વ્યાસને રંગેહાથ લાંચ લેતા પકડી પાડ્યા હતા.

શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ રૂપિયા 80 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. પીએસઆઈએ આરોપીને માર નહિ મારવા તથા ગાળો નહિ બોલીને રિમાન્ડ દરમિયાન હેરાન નહિ કરવા એક લાખની લાંચ માંગી હતી, જેમાંથી 80 હજારની લાંચ લેતા પીએસઆઈ  રંગેહાથે ઝડપાઇ ગયા હતા.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રજ્ઞેશ વ્યાસે ફરિયાદીના પુત્રના વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ગુનામાં તેને માર નહીં મારવા અને ગાળો નહિ બોલવા તથા રિમાન્ડ દરમિયાન હેરાન નહીં કરવા માટે એક લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ 80,000 ની વ્યવસ્થા હોવાથી 80000 નું આપવાનું જણાવ્યું હતું ત્યારે પીએસઆઇએ 20,000 બાદમાં આપવા જણાવ્યું હતું. ​​​​​​​ફરિયાદીએ લાંચ ના આપવી હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. અને નક્કી થયા મુજબ પીએસઆઇ પ્રજ્ઞેશ વ્યાસ વેજલપુર પોલીસ સ્ટેશનની સામે ભાગ્યોદય હોટલ પાસે જાહેરમાં જ 80 હજાર રૂપિયા લેવા માટે આવ્યા હતા.આ દરમિયાન ACB એ લાંચ લેતા પીએસઆઈ વ્યાસને રંગે હાથે ઝડપી લીધા છે.ACB એ.ગુનો.નોધી આરોપીની ધરપકડ કરી હતી.