નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યું છે અને યુવાઘન મોટાભાગે મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતા હોવાની પરિવારજનો ફરિયાદ કરી રહ્યાં છે. તેમજ મોબાઈલ ફોનના કારણે અનેક દંપતિ વચ્ચે તિરાડ પડી હોવાની ઘટનાઓ સામે આવી છે. હવે બિહારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 14 દિવસ પહેલા જ લગ્ન ઘરને પતિના ઘરે આવેલી પરિણીતા આખો દિવસ મોબાઈલ ફોન ઉપર સોશિયલ મીડિયામાં જ એક્ટિવ રહેતી હતી. જેથી પતિ તથા તેના પરિવારજનોએ તેનો વિરોધ કરીને ઘર ઉપર ધ્યાન કેન્દ્રીય કરવા માટે ટકોર કરી હતી. જો કે, નવોઢાએ પતિ અને તેમના પરિવારની ટકોરથી નારાજ થઈને મોબાઈલ ફોનનો ત્યાગ કરવાને બદલે પરિણીતાએ પતિના ઘરનો ત્યાગ કર્યો હતો. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર લગભગ 14 દિવસ પહેલા હાજીપુરના લાલગંજ પોલીસ વિસ્તારમાં રહેતા ઈલિયાસના નિકાહ હાજીપુરની સબા ખાતુન સાથે થયાં હતા. મહેમાનોની ઉપસ્થિતિમાં ઇલિયાસ-સબાના ધામધૂમથી નિકાહ થયાં હતા. લગ્ન બાદ પરિણીતા પોતાની સાસરીમાં આવી હતી. અહીં પરિણીતા ઘરના કામમાં ધ્યાન આપવાને બદલે સતત મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતી હતી. જેથી ઈલિયાસ અને તેના પરિવારજનોમાં નારાજગી ફેલાઈ હતી. સબા આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર જ એક્ટિવ રહેતી હતી.
નવોઢા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વ્યસ્ત રહેતી હોવાથી ઈતિલાસ અવાર-નવાર ઘર અને પરિવાર ઉપર ધ્યાન આપવા રહેતો હતો. એટલું જ નહીં પરિવારના અન્ય સભ્યોએ પણ સબાને મોબાઈલ ફોનને લઈને ટકોર કરી હતી. પતિ અને સાસરિયાઓની ટકોરથી કંટાળીને અંતિને પરિણીતાએ પોતાની માતાને ફોન કરીને તમામ વાત જણાવી હતી. જો કે, મામલો થાળે પડવાને બદલે વધારે બગડ્યો હતો. તેમજ સબાનો પરિવાર ઈતિયાસના ઘરે ગયો હતો. અહીં બહેનની આંખોમાં આંસુ જોઈને સબાના ભાઈએ જીજાજી ઈલિયાસ સામે બંદુક તાકીને ધમકી આપી હતી.
દરમિયાન સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે જીજાજી સામે બંદુક તાકનાર સાળાની અટકાયત કરી હતી. તેમજ સબા અને ઈતિયાસ તથા તેમના પરિવારજનોને પોલીસે સમજાવીને મામલો થાળે પાળવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સબાએ મોબાઈલ છોડવાનો ઈન્કાર કરીને પતિના ઘરનો ત્યાગ કરવાની ઈચ્છા વ્યક્ત કરીને પોતાના પિયર જવાની પોલીસને વિનંતી કરી હતી. જેથી પોલીસે પરિણીતા સબાને તેના પિયર જવા દીધી હતી.