1. Home
  2. ગુજરાતી
  3. AI ટેક્નોલોજી વૈશ્વિક વિકાસમાં બનશે મદદગાર, પણ 40% નોકરીઓ પર ઝળુંબશે ખતરો : IMF
AI ટેક્નોલોજી વૈશ્વિક વિકાસમાં બનશે મદદગાર, પણ 40% નોકરીઓ પર ઝળુંબશે ખતરો  : IMF

AI ટેક્નોલોજી વૈશ્વિક વિકાસમાં બનશે મદદગાર, પણ 40% નોકરીઓ પર ઝળુંબશે ખતરો : IMF

0
Social Share

નવી દિલ્હી: વિશ્વભરના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે. એઆઈના કારણે લોકોની નોકરીઓ જવાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. આ કડીમાં આઈએમએફ પ્રમુખે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને ઘણી વાતો કહી છે.

ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા પ્રમાણે, આઈએમએફના પ્રબંધ નિદેશક ક્રિસ્ટાલિના જોર્જીવાએ એ સ્વીકાર્યું છે કે એઆઈ ટેક્નોલોજી માણસોની નોકરીઓ પર એક મોટો ખતરો પેદા કરી રહી છે.

નોકરી જવાનું આ સંકટ દુનિયાભરમાં બનેલું છે. નવી ટેક્નોલોજી પ્રોડક્ટિવિટી વધારવાને લઈને કંપનીઓની પસંદ બનીરહી છે. આ ટેક્નોલોજીથી વૈશ્વિક વિકાસને પ્રોત્સાહન મળી રહ્યું છે.

આઈએમએફના પ્રબંધ નિદેશક જોર્જીવાએ સ્વિટ્ઝરલેન્ડના દાઓસમાં વાર્ષિક વૈશ્વિક આર્થિક મંચ માટે જતા પહેલા એક ઈન્ટરવ્યૂમાં એઆઈને લઈને ઘણી વાતો કહી છે. તેમણે કહ્યુ છે કે એઆઈ ઈકોનોમીઓમાં 60 ટકા નોકરીઓને પ્રભાવિત કરશે.

આઈએમએફના નવા અહેવાલને ટાંકીને ક્રિસ્ટાલિના જોર્જીવાએ કહ્યું છે કે વિકાસશીલ દેશોમાં એઆઈનો પ્રભાવ પ્રમાણમાં ઓછો રહેવાની આશા છે. વૈશ્વિક સ્તર પર લગભગ 40 ટકા નોકરીઓ પર પણ અર પવાની સંભાવનાછે. પોતાની વાતને આગળ વધારતા જોર્જીવાએ કહ્યું છે કે આ પ્રભાવ ઉચ્ચ કુશળ નોકરીઓને વધારવાની સાથે જ વધવા લાગશે.

જો કે એઆઈના નેગેટિવ પ્રભાવથી આ ટેક્નોલોજીના પોઝિટિવ ફેરફારોને નકારી શકાય નહીં. રવિવારે સાંજે પ્રકાશિત આઈએમએફ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એઆઈ નોકરીઓ માટે પોઝિટિવ બદલાવ પણ લઈ આવશે. આ ટેક્નોલોજીનો ફાયદો વધેલી પ્રોડક્ટિવિટી તરીકે જોવા મળશે. એઆઈ લોકોની આવકમાં વધારાનું માધ્યમ પણ બનશે. જોર્જીવાએ કહ્યું છે કે આપણે હાલમાં ઓછી આવકવાળા દેશોને ઝડપથી આગળ વધવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ, જેથી તેઓ એઆઈનો લાભ ઉઠાવી શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code