AIથી વિજ સંકટનું કારણ વધશે, દર કલાકે 17 હજાર ઘણી ઊર્જાનો વપરાશ
નવી દિલ્હીઃ OpenAIનું AI ટૂલ ChatGPT દર કલાકે 5 લાખ કિલોવોટ વીજળી વાપરે છે. આ મકાનો કરતાં 17 હજાર ગણું વધારે છે. તેમ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જો સરેરાશ ગણવામાં આવે તો, ChatGPT દરરોજ અમેરિકન ઘરો કરતાં 17 હજાર ગણી વધુ વીજળી વાપરે છે. આ વપરાશ 20 કરોડ વપરાશકર્તાઓની વિનંતી પર થઈ રહ્યો છે.
જો આ આંકડો વધશે તો વીજળીનો વપરાશ પણ આપોઆપ વધશે. બિઝનેસ ઈનસાઈડર સાથે વાત કરતા, ડેટા સાયન્ટિસ્ટ એલેક્સ ડી વ્રીઝે કહ્યું કે ગૂગલ દરેક સર્ચમાં જનરેટિવ એઆઈનો સમાવેશ કરે છે. એલેક્સ ડી વ્રિસે વધુમાં જણાવ્યું હતું કે તે વર્ષમાં લગભગ 29 બિલિયન કિલોવોટ કલાકનો વપરાશ કરી શકે છે, જે કેન્યા, ગ્વાટેમાલા અને ક્રોએશિયા જેવા દેશોના વાર્ષિક વીજળી વપરાશ કરતાં વધી જશે.
ભારત સહિત દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીનો વપરાશ વધ્યો છે. દરરોજ નવી નવી ટેકનોલોજી સામે આવી રહી છે, જેના કારણે લોકો પણ નવી ટેકનોલોજી તરફ વળી રહ્યાં છે.