Site icon Revoi.in

ઉત્તરપ્રદેશની જેલોમાં એઈડ્સ વકર્યો – બારાબંકી જીલ્લાની જેલમાં HIVના 26 દર્દીઓ મળી આવ્યા

Social Share

લખનૌઃ-  દેશભરમાં એક તરફ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે બીજી તરફ મંકીપોક્સના કેસો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશના જીલ્લામાંથી એઈડસના કેસો નોંધાતા  ચિંતાનો માહોલ સર્જાયો છે,

પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરપ્રદેશ રાજ્યની જેલોમાં HIV ફેલાવાનું જોખમ સતત વધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં બારાબંકી જેલમાં 26 HIV પોઝીટીવ કેદીઓ મળી આવ્યા છે. આ સમાચાર બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 ઓગસ્ટથી 01 સપ્ટેમ્બર સુધી, બારાબંકી જેલમાં 3 તબક્કામાં શિબિરોનું આયોજન કરીને HIV પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસમાં 26 કેદીઓ સંક્રમિત જણાયા હતા. તેમાંથી 4 કેદીઓ એઆરટી હેઠળ હતા. હવે નવા 22 દર્દીઓ માટે એઆરટી કરવામાં આવશે. બારાબંકી જેલમાં આટલી મોટી સંખ્યામાં HIV પોઝીટીવ દર્દીઓ મળ્યા બાદ હવે જેલમાં બંધ મહિલા કેદીઓની પણ તપાસ કરવામાં આવશે. અંદાજે અહી 1 હજારથી વધુ મહિલા કેદીઓ પણ જોવા મળે છે.

આ દર્દીઓમાં HIV ઈન્જેક્શન, નશો અને અન્ય લોકો સાથે શારીરિક સંબંધોના કારણે HIV ફેલાય છે.બારાબંકી જેલના સુપરિન્ટેન્ડેન્ટ  આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ દર્દીઓને અન્ય ટેસ્ટ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે છએલ્લા ઘણા દિવસોથી જેલમાં એચઆઈવીના દર્દીઓ મળી આવ્યા છે ત્યારે હવે આ આકંડો વધતા તંત્રની ચિંતા વધી છે.