Site icon Revoi.in

AIIMS ભુવનેશ્વરના ડોકટરોને રાહત કાર્યમાં મદદ માટે બાલાસોર અને કટક મોકલાયો – આરોગ્ય મંત્રી માંડવિયાએ આપી જાણકારી

Social Share

દિલ્હીઃ- ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતને લઈને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં મોટા પ્રમાણમાં ડોક્ટર્સની જરુરીયાત હોવાથી અન્ય જગ્યાએથી ડોક્ટર્સના સ્ટાફ મોકલવામાં આવ્યા છે આ મામલે આરોગ્યમંત્રીએ જાણકારી આપી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ  જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 261 લોકો માર્યા ગયેલા ટ્રેન અકસ્માતના સ્થળે રાહત કામગીરીમાં મદદ કરવા એઈમ્સ-ભુવનેશ્વરના ડોકટરોને ઓડિશાના બાલાસોર અને કટક મોકલી દેવામાં આવ્યા છે.

માંડવીયાએ ટ્વિટ ર પર જણાવ્યું હતું કે, “એમ્સ-ભુવનેશ્વરના ડોકટરોની બે ટીમોને ઓડિશામાં રેલ દુર્ઘટના સ્થળ પર રાહત કામગીરીમાં મદદ કરવા માટે બાલાસોર અને કટક માટે રવાના કરવામાં આવી છે.” કારણ કે  900થી પણ ઘાયલ યાત્રીઓને ઓડિશાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યા ડોક્ટર્સ તેમની મદદે પહોંચશે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે “ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સ ભુવનેશ્વરના ડોકટરોની બે ટીમોને બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળ અને કટકની હોસ્પિટલમાં મોકલવામાં આવી છે જ્યાં રાહત કામગીરીમાં મદદ કરવા માટે ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. “છે.” તેમણે કહ્યું, “અમૂલ્ય જીવન બચાવવા માટે અમે આ ભયાનક ટ્રેન દુર્ઘટનાના પીડિતોને તમામ જરૂરી સહાય અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં માલસામાન ટ્રેનને સંડોવતા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 261 થઈ ગયો છે ત્યારે પીએમ મોદી પણ ઓડિશા જવા રવાના થઈ ચૂક્યા છએ,ઘટના સ્થળ અને હોસ્પિટલની પણ પીએમ મોદી મુલાકાત લેવાના છે.