AIIMSએ કેન્સરના દર્દીઓ માટે AI આધારિત ફોન એપ લોન્ચ કરી, જાણો લોકોને કેવી રીતે મદદ કરશે
નવી દિલ્હીઃ કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને દિલ્લી એમ્સએ એક સ્માર્ટ ફોન એપ-UPPCHAR લોન્ચ કરી છે. આ AI બેસ્ડ હેલ્થ કેર એપ છે. આ એપ ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (AIIMS) દ્વારા બનાવવામાં આવી છે. તેનાથી કેન્સરના દર્દીના હેલ્થની ખાસ કાળજી લેવામાં આવશે. તે અસરકારક રીતે દવાઓનું પાલન વધારવામાં સારા પરિણામો દર્શાવે છે. ICMR સાથે મળીને AIIMS દ્વારા હાથ ધરવામાં આવેલા એક અધ્યયનમાં દર્શાવવામાં આવી છે, જેમાં તૃતીય દેખભાળમાં ઉપશામક સંભાળ મેળવતા અદ્યતન કેન્સરના દર્દીઓમાં ઉપચારના પાલન અને જ્ઞાન પર પુસ્તિકા આધારિત શિક્ષણ સાથે પરંપરાગત પ્રિસ્ક્રિપ્શનો સાથે એપ્લિકેશનની સરખામણી કરવામાં આવી છે. AIનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.
AI ડોક્ટર્સ માટે વરદાનની જેમ સાબિત થયું છે. AI કેન્સરની સારવારમાં ડેક્ટરની જગ્યા લેશે નહીં, રણ તમને કેન્સરના દર્દીઓની સારવારમાં મદદ કરશે. AI ઘણા હેલ્થ રેકોર્ડ તેની પાસે રાખે છે. જેમ કે, પૈથોલોજી, રેડિયોલોજી અને ક્લિનિક ડિટેલ્સ. જે પછી પેશન્ટજીનોમિક સિસ્ટમઅપલોડ કરવામાં આવે છે. જેવી રીતે પેશન્ટનો ડેટા રાખવામાં આવે છે. આ કેન્સરની હિસ્ટ્રી જોવાની સાથે સાથે ટ્રીટમેન્ટનું રિજલ્ટ દેખાડે છે. જેટલા ડેટા AI પાસે જમા છે, તે એટલું જ સારૂ રિજલ્ટ આપશે.
AI દ્વારા કેન્સરની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. AIથી તમે કેન્સરના ફર્સ્ટ સ્ટેજ શોધી શકો છો. ભારતમાં દર વર્ષે કેન્સરથી 8 લાખ લોકોના મોત થાય છે. કેન્સરથી મરવા વાળા લોકોના મોત પાછળ સૌથી મોટુ કારણ એ છે કે કેન્સરની જાણ મોડેથી થાય છે. મોડેથી કેન્સરની ખબર પડતા 80 ટકા લોકો માથી 20 ટકા લોકો જ બચી શકે છે.