Site icon Revoi.in

દેશમાં વર્ષ 2024-25 સુધીમાં તમામ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક

Social Share

નવી દિલ્હીઃ દેશમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઘરે-ઘરે શૌચાલય બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન અત્યાર સુધીમાં 10 કરોડથી વધારે શૌચાલય બનાવવામાં આવ્યાં છે. 2024-25 સુધીમાં તમામ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક અમલમાં મૂકવામાં આવ્યો છે.

2જી ઑક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત મિશન (SBM-G)ની શરૂઆત થઈ હતી. દેશમાં ડિસેમ્બર 2021 સુધીમાં ગ્રામીણ ભારતમાં 10.86 કરોડથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે. SBM(G) ના બીજા તબક્કા હેઠળ, ખુલ્લામાં શૌચ મુક્ત વર્ષ 2020-21 થી 2024-25 સુધીમાં તમામ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક અમલમાં મૂકવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં   25મી ઓક્ટો 2021 સુધીમાં કુલ 7.16 લાખ વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલય અને 19,061 સામુદાયિક સ્વચ્છતા સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ 2,194 ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત પ્લસ જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21ના પાંચમા રાઉન્ડના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા તારણો અનુસાર, સુધારેલ સ્વચ્છતા સુવિધાઓનો ઉપયોગ કરીને ઘરોમાં રહેતી વસ્તી 2015-16માં 48.5% થી વધીને વર્ષ 2019-માં 48.5% થઈ ગઈ છે. 2021માં વધીને 70.2 ટકા થયો છે.