- વેક્સિન લીધા બાદ આઈમ્સના ડોક્ટરે અનુભવ શેર કર્યો
- વેક્સિન બાદ તેમને કોઈ આડ અસર જોવા નથી મળી
દિલ્હીઃ-દેશમાં કોવિડ વેક્સિન આપવાની શરુઆત થઈ ચૂકી છે,વેક્સિન લીધાના એક દિવસ એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ સોમવારે પોતાનો અનુભવ શેર કર્યો હતો. ડો.ગુલેરિયાએ જણાવ્યું કે વેક્સિનની મારા ઉપર કોઈ આડઅસર થઈ નથી, હું સવારથી જ કામ કરી રહ્યો છું. હાલ પણ મીટિંગ કરી રહ્યો છેું. હું વેક્સિન લીધા બાદ પણ ઠીક છું.
એઈમ્સના ડોક્ટરે કોરોનાની વેક્સિન લીધા પછી આડઅસરો અને એલર્જી વિશે વાત કરતા લોકોને જણાવ્યું હતું કે ,આપણે સામાન્ય આડઅસરથી ડરવાની જરૂર નથી, જો તમે કોઈ પણ દવા લેશો તો થોડી એલર્જિક રિએક્શન આવી ક્ આવી શકે છે.આ રિએક્શન પેરાસીટામોલ જેવી સરળ દવાઓ સાથે પણ થઈ શકે છે. તેવી સ્થિતુમાં પરેશાન થવાની જરૂર નથી. ડો.ગુલેરિયાએ કહ્યું કે કોરોના રસીકરણથી હાર્ટ એટેક થતો નથી. તેની સાધારણ આડઅસરોમાં જ્યા વેક્સિન લીધી છે કત્યા થોડી પીડા હોઈ શકે છે, શરીરમાં હળવો તાવ જોવા મળી શકે છે.
ડોક્ટરે લોકોને ચિંતા ન કરવાની કરી અપીલ
ડોક્ટર ગુલેરિયાએ વધુમાં કહ્યુ કે, આ આડ અસર પણ માત્ર 10 ટકા લોકોને થઈ શકે છે,તેમાં પણ જો ગંભીર સાઈડ અસરની વાત કરીએ તો, શરીરમાં ચાંઠા પડી શકે છે,ગભરામણની ફરીયાદ શઈ શકે છે,શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે,અને જો આ સમસ્યાઓ પણ થાય છે તો પણ ચિંતા કરવાની જરુર નથી,સાઈડ ઈફેક્ટને અટકાવવા માટે તમામ પ્રકારની દરેક સેન્ટરો પર સુવિધા કરવામાં આવી છે.
ડોક્ટરે લોકોને વેક્સિન લગાવવા અંગે અપીલ કરી છે અને કહ્યું કે, કોવિડ ઇન્ફેક્શનમાંથી બહાર નીકળવું હોય તો વેકેસિન લેવી જ જોઈએ, મૃત્યુ દર ઘટાડવો હોય, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી હોય તો આપણે ખચકાટ વિના વેક્સિન લેવી જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં આપણે શાળાઓ, શરૂ કરવી પડશે જો તમે સામાન્ય જીવન ઈચ્છતા હોય તો, દરેકએ આગળ આવવું જોઈએ અને કોવિડ વેક્સિનને લેવી જ જોઈએ.
સાહિન-