Site icon Revoi.in

કોરોના અંગે એર ચીફ માર્શલ ભદૌરીયાએ પીએમ મોદી સાથે કરી ખાસ મુલાકાત

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશની સ્થિતિ હાલ પકરી જોવા મળી રહી છે, કોરોનાએ અનેક લોકોના જીવ લીધા છે, તો સતત કેસ વધતા જ જઈ રહ્યા છે, લધતા જતા કોરોનાના કેસો સરકારને ચિંતામાં મૂકી રહ્યા છે,ત્.ારે સમગ્ર સ્થિતિ વચ્ચે કોરોનાને પહોંચી વળવા વાયુસેનાને પણ સજ્જ કરવામાં આવી છે, આ મામલે એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયાએ વડાપ્રધાન મોદી સાથે ખાસ મિટિંગ કરી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે પીએમ મોદીને જાણ કરી હતી કે,દેશમાં સમગ્ર કોરોના સંબંધિત કાર્યોને પાર પાડવા માટે હેવી લિફ્ટ જહાજો અને મોટી સંખ્યામાં મિડિયમ લીફટ જહાજોના કાફલાને હબ એન્ડ સ્પોક મોડલને આધારે અઠવાડિયામાં દરેક દિવસ  કાર્.રત રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ સાથે જ પીએમ મોદીએ ઓક્સિજન ટેન્કર્સ તથા જરુરી સામગ્રીના પરિવહનના દરેક કાર્યો ઝડપી બનાવવા તેમજ વ્યાપ અને સલામતી વધારવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો.કોરોના સંદર્ભની  કામગીરીમાં સંકળાયેલા વાયુસેનાના જવાનોનું સંક્રમણથી  ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું, તેઓ દરેક કોરોનાના સંક્રમણથી મુક્ત રહે તે બાબતે ભાર મૂક્યો હતો.

એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયાએ આ સંદર્ભે જાણકારી આપતા કહ્યું કે,  માહીતી આપી હતી કે ભારતીય વાયુસેના તમામ વિસ્તારોને આવરી લઈ શકાય તે માટે મોટાં તેમજ મધ્યમ કદનાં હવાઈ જહાજને કાર્યરત કર્યા છે,. તેમણે પીએમ મોદીને કોવિડ સંબંધિત કામગીરીઓ  માટેની જાણકારી આપી હતી, એજન્સીઓ સાથે ઝડપી સંકલન માટે સ્થાપવામાં આવેલા ડેડિકેટેડ કોવિડ એર સપોર્ટ સેલ અંગે પણ જાણકારી પ્રાપ્ત કરાવી હતી

સાહિન-