ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, 1971ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને આપવામાં આવી શ્રધાંજલિ
ગાઝિયાબાદ: ભારતીય વાયુસાને આજે પોતાનો 89મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ઉત્તર પ્રદેશના હિન્ડન એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેના 89મા સ્થાપના દિવસ નિમિતે શૌર્ય પ્રદર્શન કરી રહી છે. ભારતીય વાયુસેના દ્વારા 1971ના યુદ્ધમાં પોતાનું બલિદાન આપેલા શહીદ વીર જવાનોને પણ યાદ કરીને શ્રધાંજલિ આપવામાં આવી રહી છે.
આ દરમિયાન ભારતીય સેનાના ત્રણેય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં ચીફ ઓફ એર સ્ટાફ પણ હાજર રહ્યા છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનની સરહદ પર લશ્કરનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર અને લદ્દાખમાં ચીનના પડકારોનો સામનો કરનાર ત્રણ એકમોને પણ સન્માનિત કરવામાં આવ્યા.
ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર 26 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈક પછી, 47 સ્ક્વોડ્રન સહિત ત્રણ એકમોને પાકિસ્તાનની સરહદે લદ્દાખમાં અને એપ્રિલ-મેથી ચીનની સામે ઉંચાઈ પર કામગીરી માટે પ્રશંસાપત્ર આપવામાં આવશે. સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
IAFએ કહ્યું કે ALH રુદ્ર સશસ્ત્ર ચોપર્સથી સજ્જ 116 હેલિકોપ્ટર યુનિટને બાલાકોટ હવાઈ હુમલા બાદ ધીમી ગતિએ ચાલતા વિમાનો સામે કામગીરી કરવા અને ગલવાન અથડામણ બાદ ઉત્તરીય સરહદ પર અગ્રીમ મોરચે તૈનાત કરવા બદલ સન્માનિત કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે 1971ના યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતુ અને ત્યારબાદ બાંગ્લાદેશનો જન્મ થયો. આજનો દિવસ ભારત માટે યાદગાર દિવસ કહી શકાય.