87th Air Force Day : જે પાયલટોએ બાલાકોટમાં દેખાડયો હતો દમ, આજે હિંડન એરબેઝથી ભર્યો છે હુંકાર
- 87મા વાયુસેના દિવસની ઉજવણી
- ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર કાર્યક્રમ
- દુનિયાને પોતાની શક્તિ દેખાડી વાયુસેનાએ
ભારતીય વાયુસેનાના 87મા વાયુસેના દિવસે હિંડન એરબેઝ પર કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે. એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ પરેડની સલામી લીધી છે. આ કાર્યક્રમમાં હેલિકોપ્ટર અપાચે અને ચિનૂક, સ્વદેશી યુદ્ધવિમાન તેજસ પણ કરતબ દર્શાવ્યા છે.
આજે વાયુસેના દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને સમય છે દેશ માટે રાતદિવસ એક કરી દેનારા વાયુસેનાના જવાનોને સલામ કરવાનો. આ વર્ષે 87મો એરફોર્સ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ત્રણેય સેના પ્રમુખોએ નવી દિલ્હીના વોર મેમોરિયલ ખાતે જઈને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે હિંડન એરબેઝ પર મોટા એરશોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વાયુસેનાએ દુનિયાને પોતાની શક્તિ દેખાડી છે.
પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનારા મિરાજ-2000 યુદ્ધવિમાન અને આ યુદ્ધવિમાનોને ચલાવનારા પાયલટોએ ફરી એકવાર પોતાનો દમ દર્શાવ્યો છે. વાયુસેના દિવસ પ્રસંગે હિંડન એરબેઝ પર યુદ્ધવિમાનોનો દમ આકાશમાં દેખાડયો છે.
બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડનારા વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને આજે મિગ-યુદ્ધવિમાનથી ઉડાણ ભરી છે. તે દરમિયાન ત્રણ મિરાજ-2000 એરક્રાફ્ટ, સુખોઈ પણ વાયુસેના દિવસ પર ઉડાણ ભરશે. જે પાયલોટોએ બાલાકોટ એરસ્ટ્રાઈકને અંજામ આપી હતી. તે પણ આજે વાયુસેના દિવસની ઉજવણીમાં સામેલ હશે.
એરફોર્સ ડે પર એર ચીફ માર્શલની હુંકાર- એરસ્ટ્રાઈક હતી દમદાર,ચાલુ રહેશે આતંક પર પ્રહાર
વાયુસેનાના 87મા સ્થાપના દિવસ પર નવા વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ વાયુસેનાની શક્તિનો અહેસાસ દુનિયાને કરાવી દીધો હતો. હિંડન એરબેઝ પર કાર્યક્રમને સંબોધિત કરતા એર ચીફ માર્શલે કહ્યુ છે કે આપણા જવાનોએ આ વર્ષે સફળતાથી એરસ્ટ્રાઈકને પાર પાડી અને જો જરૂરત પડી તો ફરીથી કોઈપણ પગલું ઉઠાવવા માટે તૈયાર છે. આતંકની વિરુદ્ધની લડાઈ ચાલુ રહેશે.
વાયુસેનાધ્યક્ષે કહ્યુ છે કે વાયુસેના કોઈપણ પ્રકારની મુસીબતનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે. ગત કેટલાક સમયમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘણાં પ્રકારના પડકારો સામે આવ્યા છે. ભારતીય વાયુસેનાએ આતંકવાદની વિરુદ્ધ કામિયાબ લડાઈ કરી છે અને આગળ પણ આ લડાઈ ચાલુ રહી છે. બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનારા જવાનોને આપણે ફરી એકવાર સલામ કરીએ છીએ.
આજે કાર્યક્રમમાં 18 વાયુસના મેડલ આપવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદનને પણ સમ્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જનરલ બિપિન રાવતની સાથે માસ્ટર બ્લાસ્ટર અને વાયુસેનાના માનદ ગ્રુપ કેપ્ટન સચિન તેંડૂલકર બેઠા છે.
આજના કાર્યક્રમમાં 54 એરક્રાફ્ટ સામેલ છે. તેમાં 19 ફાઈટર જેટ, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 20 હેલિકોપ્ટરો સામેલ છે.
એરફોર્સ ડે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે આજે આપણો એરફોર્સ ડે છે. દેશની વાયુસેનાના જવાનો અને તેમના પરિવારો પર ગર્વ છે. ભારતીય વાયુસેના આવા જ સમર્પણ અને ઉત્કૃષ્ટતાની સાથે દેશની સેવા કરતી રહે.
એરફોર્સ ડેના કાર્યક્રમની શરૂઆત આકાશ ગંગા ટીમે કરી છે. તેમા સ્કાઈડાઈવિંગ ટીમના જવાનોએ 8 હજાર ફૂટની ઊંચાઈ પરથી છલાંગ લગાવી હતી.
આજે વાયુસેના દિવસની ઉજવણી થઈ રહી છે અને સમય છે દેશ માટે રાતદિવસ એક કરી દેનારા વાયુસેનાના જવાનોને સલામ કરવાનો. આ વર્ષે 87મો વાયુસેના દિવસ મનાવય રહ્યો છે. આ પ્રસંગે ત્રણેય સેનાધ્યક્ષોએ નવી દિલ્હી ખાતેના યુદ્ધસ્મારક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વાયુસેના દિવસે યુદ્ધવિમાનો, અપાચે હેલિકોપ્ટરોએ દેખાડયો પોતાનો દમ…
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ સહીત અન્ય પ્રધાનોએ પણ વાયુસેના દિવસના પ્રસંગે એરફોર્સને અભિનંદન આપ્યા અને જવાનોના યોગદાનને સલામ કરી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંદેશામાં કહ્યુ છે કે વાયુસેના દિવસ પર, આપણે આપણા વાયુ યોદ્ધાઓ, સેવાનિવૃત્ત અધિકારીઓ અને ભારતીય વાયુસૈનિકોના પરિવારનું સગર્વ સમ્માન કરીએ છીએ. સાહસ અને દ્રઢનિશ્ચય સાથે આપણી વાયુસીમાને સુરક્ષિત રાખનારા આપણા બહાદૂર વાયુસૈનિકોનું શૌર્ય ભારત માટે ગૌરવનો વિષય છે.
ભારતીય વાયુસેના દિવસની ઉજવણી હિંડન એરબેઝ પર શરૂ થઈ છે. વાયુસેનાના કાર્યક્રમમાં ત્રણેય સેનાધ્યક્ષો સામેલ છે અને અન્ય મોટા સૈન્ય અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાયુસેના દિવસ પર અભિનંદન સંદેશ પાઠવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે અત્યાર સુધીમાં લડવામાં આવેલી લડાઈઓ, આફત દરમિયાન મદદ માટે વાયુસેનાને સલામ કરી છે. તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેને પોતાનો અવાજ આપ્યો છે.
મહત્વપૂર્ણ છે કે 8 ઓક્ટોબર, 1932ના રોજ ઈન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને એરફોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. 1 એપ્રિલ-1933ના રોજ તેની પહેલી સ્કોવર્ડનની રચના થઈ હતી.જેમાં 6 આરએએફ-ટ્રેન્ડ ઓફિસર અને 19 હવાઈ સિપાહીઓ સામેલ કરવામાં આવ્યા હતા. વાયુસેનાની શક્તિને દુનિયા સતત જોઈ રહી છે, પછી તે પાકિસ્તાન સામેના યુદ્ધો હોય કે તાજેતરમાં પાકિસ્તાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક હોય.
વાયુસેના દિવસે જ ફ્રાંસમાં રાજનાથસિંહ રફાલ યુદ્ધવિમાનને રિસીવ કરશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પેરિસમાં જ શસ્ત્રપૂજન પણ કરશે.
વાયુસેના દિવસે હિંડન એરબેઝ પર પહેલીવાર ચિનૂક અને અપાચે હેલિકોપ્ટરે દમ દેખાડયો છે. આ કાર્યક્રમમાં કુલ 54 એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યઆ છે. જેમાં 19 ફાઈટર જેટ, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 20 હેલિકોપ્ટરો પણ સામેલ હશે.
87મા એરફોર્સ ડે નિમિત્તે ભારતની ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખોએ નવી દિલ્હી ખાતેના વોર મેમોરિયલ પર જઈને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.