દિલ્હી: એરફોર્સની 91મી વર્ષગાંઠ પર રવિવારે વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. આજે ભારતીય વાયુસેનાને નવો ધ્વજ મળ્યો છે. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વાયુસેનાના વડા ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ પરેડ દરમિયાન ધ્વજ બદલી નાખ્યો હતો અને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવ્યા હતા.
કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે ભારતીય વાયુસેનાના તમામ કર્મચારીઓને 91માં વાયુસેના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. ભારતીય વાયુસેનાએ રવિવારે સવારે પ્રયાગરાજમાં બમરૌલી એરફોર્સ સ્ટેશન ખાતે ઔપચારિક પરેડ સાથે 91મી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરફોર્સ ડે નિમિત્તે હવાઈ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાનએ X પર પોસ્ટ કર્યું:“તમામ વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને એરફોર્સ ડે પર શુભેચ્છાઓ. ભારતને ભારતીય વાયુસેનાની બહાદુરી, પ્રતિબદ્ધતા અને સમર્પણ પર ગર્વ છે. તેમની મહાન સેવા અને બલિદાન એ સુનિશ્ચિત કરે છે કે આપણું આકાશ સુરક્ષિત છે.”
Best wishes to all air warriors and their families on Air Force Day. India is proud of the valour, commitment and dedication of the Indian Air Force. Their great service and sacrifice ensure our skies are safe. pic.twitter.com/HJ5coUq2eP
— Narendra Modi (@narendramodi) October 8, 2023
રાજનાથ સિંહ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે. ભારતમાતાના બહાદુર સપૂતોએ જે બહાદુરી, સાહસ અને સામર્થ્ય સર્જ્યું છે. જય હિંદ!”
વાયુસેના દિવસ એ ભારતીય વાયુસેના (IAF) ના દેશના સશસ્ત્ર દળોમાં સત્તાવાર સમાવેશને ચિહ્નિત કરે છે, જેની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ કરવામાં આવી હતી.
દર વર્ષે આ દિવસ ભારતીય વાયુસેના પ્રમુખ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ઉજવવામાં આવે છે. યુનાઇટેડ કિંગડમના રોયલ એર ફોર્સ માટે સહાયક દળ તરીકે 1932 માં હવાઈ દળની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી હતી અને પ્રથમ ઓપરેશનલ સ્ક્વોડ્રન 1933 માં ઉભું કરવામાં આવ્યું હતું.
જૂના ધ્વજને હટાવ્યા બાદ તેને સેન્ટ્રલ એર કમાન્ડ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ પહેલા ભારતીય નૌકાદળના ધ્વજમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આઝાદી બાદ 1951માં એરફોર્સ ધ્વજ બનાવવામાં આવ્યો હતો. વર્તમાન ધ્વજ વાદળી છે. તેના ઉપરના ડાબા ખૂણામાં ત્રિરંગો છે, જ્યારે એરફોર્સનું ગોળ ચિહ્ન નીચે જમણા ખૂણે છે.