Site icon Revoi.in

ઓક્સિજન સહિત મેડિકલ સંસાધનો પહોંચાડવા માટે વાયુ સેના એક્શન મોડમાં

Social Share

અમદાવાદઃ દેશમાં કોઈપણ વિકટ સ્શિતિને પહોંચી વળવા ભારતીય સેના સક્ષમ છે. કોરોનાની મહામારીને પગલે દેશમાં મેડિકલ ઓક્સિજન સહિત કેટલીક દવાઓ અને ઉપકરણોની વધારે જરૂરિયાત ઊભી થઈ છે અને રાજ્ય સરકારો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે તેમને સહાયતા કરવા માટે વાયુસેના એક્શનમાં આવી ગઈ છે.

ભારતીય વાયુ સેના દ્વારા ઓક્સિજન તેમજ ઓક્સિજનના સિલિન્ડરો, જરૂરી દવાઓ અને મેડિકલ  ઉપકરણો પહોંચાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સાથોસાથ આરોગ્ય કર્મીઓને પણ એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોના સામે એક પ્રકારનું યુદ્ધ દેશમાં ચાલી રહ્યું છે ત્યારે વાયુસેનાને મેદાનમાં ઉતારવી પડી છે. વાયુ સેનાના જવાનોએ સેંકડો આરોગ્ય કર્મચારીઓને એરલિફ્ટ કરીને મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ અને બેંગલુરુ સુધી પહોંચાડ્યા હતા એ જ રીતે જરૂરી ઉપકરણો પણ સમયસર પહોંચાડી દીધા હતા.

વાયુસેનાએ કોરોના મેનેજમેન્ટનો મોરચો સંભાળી લીધો છે ત્યારે હવે ખૂબ જ ઝડપથી કામગીરી થશે અને દરેક રાજ્યને જે કોઈ વસ્તુની જરૂર પડશે તે તેમને મળી જશે અને હજારો દર્દીઓ ના જીવ બચાવવામાં સહાયતા મળશે. વાયુ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ એવી જાહેરાત કરી છે કે વાયુ સેનાના તમામ ટ્રાન્સપોર્ટ સુવિધાઓ કોરોનાવાયરસ વિરુદ્ધની લડાઈમાં મેદાનમાં છે અને ગમે ત્યારે ગમે તે વસ્તુ પહોંચાડવા માટે સક્ષમ છે અને ઓક્સિજનની સપ્લાઈ વાયુ સેનાના જવાનોએ શરૂ કરી દીધી છે.